ત્રીજી લહેરની પીક બાદ કોરોના કેસો ડાઉન ફોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં જાન્યુઆરીમાં 24,485 કેસો હતા ઘટીને 1000ની અંદર આવી ગયા છે. પિક આવ્યા પછીનો સૌથી મોટો ઘટાડો કોરોના કેસોનો નોધાયો છે.
ગુજરાત રાજ્યમાં ત્રીજી લહેર ફેબ્રુઆરી મહિનામાં જ જાણે સમેટાઇ ગઇ હોય તે પ્રકારે કોરોના કેસના આંકડાઓ જોઈને લાગી રહ્યું છે. આજે પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 366 કેસો નોંધાયા છે. 16 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. મૃત્યુ આંક કેસો ઘટવાની સાથે ઓછો થઈ રહ્યો છે જ્યારે 2454 દર્દીઓ સ્વાસ્થ્ય થયા છે. ગઈકાલ કરતાં આજે ત્રણ લોકોના વધારે મોત થયા છે.
26 દિવસથી કેસોનો ગ્રાફ નીચે આવી રહ્યો છે. ગુજરાતમાં કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ જે રીતે દર્દીઓના મોત વધી રહ્યાં છે તેમાં ચિંતા વધી છે. જોકે તેમાં પણ 50 ટકા ઘટાડો જોવા તો મળ્યો છે. પરંતુ ત્રીજી લહેરની શરૂઆતની સરખામણી મોત ઘટ્યા છે.
કોરોનાની વર્તમાન સ્થિતિ જોવા જઈએ તો કેસો જે સ્ટેબ્લ છે તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. માટે આ બાબતે રાહત અનુભવાઇ રહી છે. અત્યારે પહેલાની સરખામણીએ ઘણા કેસો ઘટ્યા છે.
કોરોનાની અત્યાર સુધીની સ્થિતિ
કુલ એક્ટિવ કેસ: 11,195
કુલ ડિસ્ચાર્જ: 11,95,295
સ્ટેબલ કેસ: 11,118
વેન્ટિલેટર: 77
કુલ મૃત્યુ: 10,838