આજે રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 844 કેસ નોંધાયા છે, જેની સામે રાજ્યમાં 2688 દર્દીઓ સ્વાસ્થ્ય થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ 13 દર્દીઓનાં મોત થયા છે.
ગઈકાલે પણ રાજ્યમાં કોવિડના કારણે 13 લોકોના મોત નિપજ્યા હતા. જોકે, કેસોમાં થઈ રહેલા સતત ઘટાડાના કારણે રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે. આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થઈ શકે છે.
આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં 304, વડોદરામાં 158, વડોદરા જિલ્લામાં 44, સુરત શહેરમાં 35, ગાંધીનગર શહેરમાં 23, બનાસકાંઠામાં 22, ખેડામાં 21, ગાંધીનગરમાં 19, કચ્છમાં નોંધાયા છે.
તે ઉપરાંત મહેસાણામાં 19-19, સુરત જિલ્લામાં 18, આણંદ, રાજકોટમાં 17-17, અમદાવાદ સાબરકાંઠઆમાં 13-13, ભરૂચ, રાજકોટ શહેરમાં 12-12, અરવ્લીલ-દાહોદમાં 11-11 પાટણમાં 10 કેસ નોંધાયા છે.
રાહતની વાત તે છે કે- રાજ્યના 19 જિલ્લાઓમાં કોરોનાના કેસ સિંગલ આંકડામાં નોંધાયા છે. જેમાં અમરેલી ડાંગ, તાપીમાં 9-9, પંચમહાલ, વલસાડમાં 8-8, ભાવનગર શહેર, નવસારીમાં 7-7, ભાવનગર, મોરબીમાં 5-5, જામનગરમાં 4 કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં 3, વડોદરા શહેરમાં 5, વડોદરા જિલ્લામાં 1, સુરતમાં 1, તાપીમાં 1, જામનગર શહેરમાં 1 મળી અને કુલ 13 દર્દીઓનાં મોત થયા છે જ્યારે કુલ 1,68, 132 વ્યક્તિઓને આજે કોરોનાની રસી આપવામાં આવી છે.