Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 47 હજાર નવા કેસ, 509 લોકોના મોત

COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 47 હજાર નવા કેસ, 509 લોકોના મોત

0
91

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવાર સવારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 47,092 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 509 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,28,57,937 થઈ ગઈ છે. બીજી તરફ દેશમાં કુલ 66,30,37,334 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 81,09,244 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કેરળમાં સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 32 હજારથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત 173 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ બીજું રાજ્ય જેમાં કોવિડ-19 કેસ વધી રહ્યા છે તે છે મહારાષ્ટ્ર. અહીં એક દિવસમાં 4,456 કેસ નોંધાયા છે અને 183 દર્દીનાં મોત થયા છે. તો ગુજરાતમાં તહેવારોની ઉજવણી વચ્ચે પણ સંક્રમણના કેસ કાબૂમાં છે અને છેલ્લા 24 કલાકમાં 13 નવા કેસ નોંધાયા છે અને એક પણ દર્દીનું મોત નથી થયું.

કોવિડ-19 મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 20 લાખ 28 હજાર 825 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 35,181 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,89,583 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,39,529 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat