Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > COVID-19: ગુજરાતમાં 4213 નવા કેસ, અમદાવાદ-સુરતમાં કોરોના વિસ્ફોટ

COVID-19: ગુજરાતમાં 4213 નવા કેસ, અમદાવાદ-સુરતમાં કોરોના વિસ્ફોટ

0
6

રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજ રોજ છેલ્લાં 24 કલાકમાં કોવિડ-19ના નવા 4213 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. જ્યારે આજે 860 દર્દીઓ સ્વાસ્થ્ય થયા છે. રાજ્યમાં માત્ર બોટાદ, ડાંગ અને પાટણ એમ ત્રણ જ જિલ્લા કોરોનામુક્ત છે.

જો કે તમને જાણીને નવાઇ લાગશે કે, રાજ્યમાં સાડા 7 મહિના બાદ પ્રથમ વાર 4200થી વધુ કેસ સામે આવ્યાં છે. જેમાં સૌથી વધુ 1835 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો સુરત શહેરમાં પણ કોરોના વિસ્ફોટ થતાં નવા 1105 કેસ સામે આવ્યાં છે.

નવા કેસો પૈકી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 1862 કેસ નોંધાયા છે જ્યારે કે સુરતમાં 1193 કેસ સામે આવ્યાં છે.

રાજકોટમાં 224, વડોદરામાં 116, આણંદમાં 112 કેસ નોંધાયા છે. તો ગાંધીનગરમાં 91, કચ્છમાં 77, ખેડામાં 66, વલસાડમાં 58, નવસારીમાં 46, ભરૂચમાં 43, ભાવનગરમાં 40, જામનગરમાં 33 અને જૂનાગઢમાં 32 કેસ નોંધાયા છે.

સાબરકાંઠામાં 23, મહેસાણામાં 22, દેવભૂમિ દ્વારકા, મોરબી અને પંચમહાલમાં 181-18 કેસ તો સુરેન્દ્રનગરમાં 17 કેસ અને અમરેલીમાં 16 કેસ નોંધાયા છે. એમ રાજ્યમાં કુલ 14 હજાર 346 એક્ટિવ કેસ છે. જે પૈકી 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થતો જાય છે. જે અંતર્ગત હવે રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ 204 થઈ ગયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 93 કેસ આવ્યા છે. રાહતની વાત તે છે કે, ઓમિક્રોનના 204 દર્દીમાંથી અત્યાર સુધીમાં 151 લોકો સ્વાસ્થ્ય થઈ ચૂક્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat