નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાવાયરસના કુલ 30 હજાર 615 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતાં 11.7 ટકા વધુ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 27 લાખ 23 હજાર 558 થઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 514 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 9 હજાર 872 લોકોના મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે ઘટીને 3,70,240 પર આવી ગઈ છે. સક્રિય કેસ કુલ ચેપના 0.87 ટકા રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 52 હજાર 887 દર્દીઓ સાજા થયા છે, જે નવા દર્દીઓની સંખ્યા કરતા દોઢ ગણા વધારે છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 18 લાખ, 43 હજાર, 446 લોકોએ આ મહામારીને માત આપી ચૂક્યા છે.