Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 26 હજાર નવા કેસ, 383 લોકોના મોત

COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 26 હજાર નવા કેસ, 383 લોકોના મોત

0
68

બુધવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,964 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 383 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ભારતમાં હાલ કોરોના સંક્રમણની સ્પીડ ઘટતી હોય એવું લાગી રહ્યું છે. આ ઉપરાંત એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. 186 દિવસ બાદ આજે સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. દેશમાં હાલ 3 લાખ 1 હજાર એક્ટિવ કેસ છે. ભારતમાં કોવિડ-19 દર્દીઓના રિકવરી રેટમાં પણ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. હાલ રિકવરી રેટ 97.8 ટકા થયો છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,35,31,498 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 82,65,15,754 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 75,57,529 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 27 લાખ 83 હજાર 741 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 34,167 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 3,01,989 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,45,768 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

તે ઉપરાંત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 21 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 55,67,54,282 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 15,92,395 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat