Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 25,920 નવા કેસ, ગઈકાલ કરતાં 15.7 ટકા ઓછા

COVID-19: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 25,920 નવા કેસ, ગઈકાલ કરતાં 15.7 ટકા ઓછા

0
1

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર તેની અંત તરફ વધી રહી છે. પાછલા બે દિવસ ભારતમાં કોરોના કેસોમાં નજીવો વધારો પછી આજે મોટો ઘટાડો નોંધાતા કેસ 25 હજારની આસપાસ પહોંચી ગયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 (કોરોનાવાયરસ)ના 25,920 કેસ નોંધાયા છે, જેનાથી કુલ કેસોની સંખ્યા વધીને 42,780, 235 થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો 292,092 છે. છેલ્લા 24 કલાકમાં 66,254 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 41,977,238 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 492 લોકોના મોત થયા છે.

આ બીમારીને કારણે અત્યાર સુધીમાં 510,905 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 37,86,806 રસીકરણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,74,64,99,461 રસીકરણ કરવામાં આવ્યું છે.

ઘટતા કોવિડ કેસોના કારણે ગુજરાત સરકારે રાજ્યના અમદાવાદ-વડોદરાને છોડીને 6 મહાનગરોમાં કર્ફ્યૂ હટાવી દીધો છે. તે ઉપરાંત શાળા-કોલેજોમાં પણ  ઓફલાઈન અભ્યાસ શરૂ  કરવાનો નિર્ણય કર્યો છે.  તેવી જ રીતે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર પણ કોવિડને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat