Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > COVID-19: ગુજરાતમાં નવા 2265 કેસ, બે લોકોના મોત

COVID-19: ગુજરાતમાં નવા 2265 કેસ, બે લોકોના મોત

0
1

રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2265 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે બે મોત થયા છે.

આજે અમદાવાદ શહેરમાં 1290, સુરત શહેરમાં 415, વડોદરા શહેરમાં 86, આણંદમાં 70, કચ્છમાં 37, રાજકોટ શહેરમાં 36, ખેડામાં 34, ભરૂચમાં 26, અમદાવાદ જિલ્લામાં 24, મોરબીમાં 24, ગાંધીનગર શહેરમાં 23, રાજકોટમાં 21, ભાવનગર શહેરમાં 18 પ્રતીકાત્મક તસવીર

આજે અમદાવાદ શહેરમાં 1290, સુરત શહેરમાં 415, વડોદરા શહેરમાં 86, આણંદમાં 70, કચ્છમાં 37, રાજકોટ શહેરમાં 36, ખેડામાં 34, ભરૂચમાં 26, અમદાવાદ જિલ્લામાં 24, મોરબીમાં 24, ગાંધીનગર શહેરમાં 23, રાજકોટમાં 21, ભાવનગર શહેરમાં 18 કેસ નોંધાયા છે.

નવસારીમાં 18, જામનગર શહેરમાં 16, મહેસાણામાં 14, પંચમહાલમાં 14, ગાંધીનગરમાં 12, સુરત જિલ્લો, વલસાડમાં 9-9, જૂનાગઢ શહેર વડોદરા જિલ્લામાં 8-8, જામનગરમાં 7, બનાસકાંઠા સાબરકાંઠામાં 6-6, અરવલ્લીમાં 5, ભાવનગર, દ્વારાક, જૂનાગઢ જિલ્લો, મહીસાગરમાં 4-4 કેસ નોંધાયા છે.

તે ઉપરાંત અમરેલી, ગીરસોમનાથ, તાપીમાં 3-3, દાહોદમાં 2, ડાંગ, સુરેન્દ્રનગરમાં -1 કેસ નોંધાયા છે જ્યારે ભાવનગર અને નવસારીમાં 1-1 મોત થયું છે.

આજે રાજ્યમાં ઓમીક્રોન વેરિયન્ટના 2 નવા કેસ નોંધાયા છે જે પૈકીના બંને કેસ અમદાવાદમાં છે. રાજ્યમાં ઓમીક્રોન વેરિયન્ટના કુલ 154 કેસ નોંધાયા છે અને 96 દર્દીઓ સાજા થઈ ગયા છે.

જણાવી દઈએ કે રાજ્યના આરોગ્ય વિભાગ ના મુખ્ય અધિક સચિવ કોરોના પોઝિટિવ મનોજ અગ્રવાલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેથી હોમ આઇસોલેશનમાં રહેશે. આજે સાંજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat