Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: 24 કલાકમાં દેશમાં 21,821 નવા પોઝિટિવ, 299 દર્દીનાં મોત

COVID-19: 24 કલાકમાં દેશમાં 21,821 નવા પોઝિટિવ, 299 દર્દીનાં મોત

0
60

covid 19

આજે 2020નો અંતિમ દિવસ છે. કોરોનાએ 2020માં વિશ્વભરમાં કરોડો લોકોના જીવ લઈ લીધા છે. તેવામાં ભારતમાં વર્ષના છેલ્લા દિવસે પણ કોરોના વાયરસના કેસોમાં આંશિક વધારો નોંધાયો છે. આ ઉપરાંત મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં વધુ નોંધાઈ છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 21,821 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 299 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,02,66,674 થઈ ગઈ છે.

ઉલ્લેખનિય છે કે, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 98 લાખ 60 હજાર 280 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 26,139 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,57,656 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,48,738 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.covid 19

આ પણ વાંચો:EPF ખાતાધારકો માટે સારા અને ખરાબ સમાચાર, જાણો સરકારે શું નિર્ણય લીધો covid 19

તદ્દ ઉપરાંત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 30 ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ 17,20,49,274 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 11,27,244 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9