Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > COVID-19: ગુજરાતમાં પાછલા 24 કલાકમાં નોંધાયા 1646 નવા કેસ, 20 લોકોના મોત

COVID-19: ગુજરાતમાં પાછલા 24 કલાકમાં નોંધાયા 1646 નવા કેસ, 20 લોકોના મોત

0
5

ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ખુબ જ ઝડપથી ઘટી રહ્યો છે. પ્રતિદિવસ કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં માત્ર 1646 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 3955 દર્દીઓ સ્વાસ્થ્ય થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને કુલ 11,87,249 દર્દીઓ માત આપી ચુક્યાં છે. જેથી કોરોનાનો રિકવરી રેટ 97.80 ટકાએ પહોંચી ગયો છે.

રાજ્યમાં કુલ 15972 કોરોનાના કેસ એક્ટિવ છે. જે પૈકી 103 નાગિરકો વેન્ટિલેટર પર છે. જ્યારે 15869 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 1187249 દર્દીઓ ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે 10795 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.

આજે કોરોનાને કારણે 20 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. ભાવનગરમાં 2, દાહોદમાં 1, પંચમહાલ 1, ભરૂચમાં 2, સાબરકાંઠામાં 1, મહેસાણામાં 1, સુરતમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 5 નાગરિકોનાં મોત થઇ ચુક્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat