Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > COVID-19: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1274 નવા કેસ, 13 લોકોના મોત

COVID-19: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1274 નવા કેસ, 13 લોકોના મોત

0
5

ગાંધીનગર: આરોગ્ય વિભાગે જાહેર કરે આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1274 નવા કેસ નોંધાયા છે. જ્યારે 3022 દર્દીઓ સ્વાસ્થ્ય થયા છે. રાહતની વાત તે છે કે દર્દીઓના મોતની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આજે રવિવારે 13 દર્દીઓના મોત થયા છે. જ્યારે રિકવરી રેટ 97.94 ટકા નોંધાયો છે.

રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં કોરોના કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 405, વડોદરા કોર્પોરેશનમાં 79, સુરતમાં 58, ખેડામાં 41, સુરત કોર્પોરેશનમાં 36, રાજકોટમાં 35, ગાંધીનગર કોર્પોરેશનમાં 28, બનાસકાંઠામાં 27, ગાંધીનગરમાં 26, કચ્છમાં 21, રાજકોટ કોર્પોરેશનમાં 21, તાપીમાં 21, આણંદમાં 19, પાટણમાં 19, મહેસાણામાં 18, ભરૂચમાં 17 કેસ નોંધાયા હતા.

આ ઉપરાંત સાબરકાંઠામાં 16, પંચમહાલમાં 14, દેવભૂમિ દ્વારકામાં 13, અમદાવાદમાં 11, જામનગર કોર્પોરેશનમાં 10, ગીર સોમનાથમાં 9 વલસાડમાં 9 કેસ, અમરેલીમાં 7, નવસારીમાં 7, અરવલ્લીમાં 6, દાહોદમાં 6, જુનાગઢમાં 6, જામનગરમાં 5, મહીસાગરમાં 5, સુરેન્દ્રનગરમાં 5, ભાવનગર કોર્પોરેશનમાં 4, ડાંગમાં 4, મોરબીમાં 4, નર્મદામાં 3, બોટાદમાં 1, જુનાગઢ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયા હતા.

બીજી તરફ અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરતમાં 2, રાજકોટમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને ભાવનગરમાં 1 દર્દીનું મોત નીપજ્યું હતું. ગુજરાતમાં એક્ટીવ કેસોની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં 14211 એક્ટીવ કેસો છે. જેમાંથી 103 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 14108 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 78107 કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat