Gujarat Exclusive > દેશ-વિદેશ > COVAXINથી ગંભીર ઘટના ઘટશે તો કંપની આપશે વળતર

COVAXINથી ગંભીર ઘટના ઘટશે તો કંપની આપશે વળતર

0
106

દેશમાં કોરોના વાયરસ વિરૂદ્ધ જંગમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. પીએમ મોદીએ 16 જાન્યુઆરીએ આ અભિયાનની શરૂઆત કરાવી છે. વેક્સિનેશનના પહેલા તબક્કામાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. તે માટે બે રીતની વેક્સિન- કોવિશીલ્ડ અને કોવેક્સીનને મંજૂરી આપવામાં આવી છે.

ભારત બાયોટેકની વેક્સિન ‘કોવેક્સીન’ આપવાથી પહેલા લોકો પાસે એક સમહતિ પત્ર એટલે કોન્સેન્ટ ફોર્મ પર હસ્તાક્ષર લેવામાં આવી રહ્યાં છે. જેમાં લખ્યું છે કે, વેક્સિનના કારણે થનાર કોઈપણ પ્રતિકૂળ ઘટનાની ભરપાઈ કરવામાં આવશે.

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી, પૂણે સાથે મળીને કોવેક્સિનનો વિકાસ કર્યો છે.

કોવેક્સીન અત્યાર સુધી ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં જ છે અને આને ઈમરજન્સીમાં જનહિત માટે સાવધાની રાખીને ક્લિનિકલ ટ્રાયલ મોડમાં રિસ્ટ્રિક્ટેડ એપ્રૂવલ આપવામાં આવી છે.

કોવેક્સિનના ફેઝ-1 અને ફેઝ-2 ક્લીનિકલ ટ્રાયલમાં સામે આવ્યું છે કે, આમાં કોરોના વિરૂદ્ધ એન્ટીબોડી પ્રોડ્યૂસ કરવાની ક્ષમતા છે. જોકે, વેક્સિનની અસરકારતા હજું સુધી સ્થાપિત થવાની બાકી છે અને ફેઝ-3 ક્લીનિકલ ટ્રાયલમાં આ સ્ટડી ચાલી રહી છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે, વેક્સિન લગાવવાનો અર્થ નથી કે, કોવિડ-19 સાથે જોડાયેલી અન્ય ગાઈડલાઈનનું પાલન કરવાનું નથી.

જો કોઈપણ રીતની પ્રતિકૂલ ઘટના અથવા ગંભીર પ્રતિકૂલ ઘટના ઘટે છે, તો વેક્સિન લેનારને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણો અનુસાર અધિકૃત કેન્દ્ર અથવા હોસ્પિટલોમાં સારવાર કરાવવામાં આવશે.

જો વેક્સિનના કારણે ગંભીર પ્રતિકૂળ ઘટના ઘટે છે તો તેનું વળતળ વેક્સિન બનાવનાર કંપની ભારત બાયોટેક દ્વારા આપવામાં આવશે.