Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > BIG NEWS|દેશી કોરોના રસીઃ Covaxin પ્રથમ ક્લિનિકલ ટ્રાયલમાં પાસ

BIG NEWS|દેશી કોરોના રસીઃ Covaxin પ્રથમ ક્લિનિકલ ટ્રાયલમાં પાસ

0
171

નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના સામે શુક્રવારે મોટા ન્યૂઝ આવ્યા. ભારત બાયોટેક-ICMR દ્વારા બનાવાઇ રહેલી કોવિડ-19ની રસી પ્રથમ ફેઝના ક્લિનિકલ ટ્રાયલ(Corona vaccine human Trial)માં પાસ થઇ ગઇ. ટ્રાયલના પ્રારંભિક પરિણામો પછી કહેવાયું કે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની રસીના 6 શહેરોમાં ટ્રાયલ ચાલી રહી છે.

દેશના 12 શહેરોના 375 વોલેન્ટિયર્સને કોરોના વાઇરસ રસી (Covaxin)ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દરેક સ્વયંસેવકને વેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા છે. હવે તેમના પર નજર રાખવામાં આવી રહી છે.

રસીની કોઇ આડઅસર દેખાઇ નહીં

પીજીઆઇ રોહતક (PGI Rohtak)માં ચાલી રહેલી ટ્રાયલની ટીમ લીડર સવિતા વર્માએ જણાવ્યું કે,
” રસી સુરક્ષિત છે. અને જેટલા પણ વોલેન્ટિયર્સને આ રસી લગાવી, તેમાંથી કોઇને પણ આડઅસર જોવા મળી નથી. વોલેન્ટિયર્સને હવે બીજો ડોઝ આપવાની તૈયારી ચાલી રહી છે. તે પહેલા તપાસ કરનારા વોલેન્ટિયર્સના બ્લડ સેમ્પલ લઇ રહ્યા છે. તેની તપાસથી રસીની પ્રતિકારકતા (ઇમ્યુનોજેનિસિટી)નું પરિક્ષણ કરાશે.”

રસી કેટલી અસરકારક, તેની તપાસ થશે

સવિતા વર્માએ જણાવ્યું કે, “અમને એ ખબર પડી ગઇ છે કે રસી સંપર્ણ સૂરક્ષિત છે. હવે અમે બીજા તબક્કામાં એ જાણીશું કે રસી કેટલી અસરકારક છે. તેના માટે અને લોકોના બ્લડ સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે.”

એમ્સમાં 16 વોલોન્ટિયર્સને રસી લગાવાઇ હતી

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS), દિલ્હીના મુખ્ય તપાસકર્તા સંજય રાયે જણાવ્યું કે આ રસી સુરક્ષિત છે, એમ્સમાં ભારત બાયોટેક વેક્સિનના પરિક્ષણ માટે 16 વોલેન્ટિયર્સ દાખલ કરાયા હતા. તેમના આ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.”

આગામી વર્ષે જૂન પહેલા આ રસી આવી શકે છે

એક વખત તમામ 12 શહેરોના સુરક્ષાના ઇચ્છિત પરિણામ જોયા બાદ કંપની બીજા તબક્કામાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાનો સંપર્ક કરશે. અન્ય એક તપાસકર્તા નામ નહીં જાહોર કરવાની શરતે જણાવ્યું કે જો બધુ સમુસુતરુ રહ્યું તો રસી આગામી વર્ષના જૂનના મધ્યમાં બજારમાં ઉપલબ્ધ થઇ શકશે.