Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશને મળી પ્રથમ સ્વદેશી Corona Vaccine, ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી

દેશને મળી પ્રથમ સ્વદેશી Corona Vaccine, ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી

0
124

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશને પ્રથમ સ્વદેશી કોરોના વેક્સીન મળી ગઇ છે. એક્સપર્ટ કમિટીની બેઠકમાં ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુત્રો અનુસાર, ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે. આ પહેલા કોવિશીલ્ડને મંજૂરી મળી હતી.

દેશમાં કોરોના વેક્સીનના ઉપયોગને પરવાનગી આપવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયના SEC (Subject Expert Committee)ની બેઠક મળી હતી. આ બેઠકમાં સીરમ ઇંસ્ટીટ્યૂટની વેક્સીનને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી આપવા પર પણ ચર્ચા થઇ હતી. મહત્વપૂર્ણ છે કે SECની વેક્સીનના ઉપયોગની પ્રાથમિક મંજૂરી આપી છે.

સુત્રો અનુસાર આ બેઠકમાં ફાઇઝર, ભારત બાયોટેક અને સીરમ ઇંસ્ટીટ્યૂટ ત્રણને એક બાદ એક પોત પોતાના પ્રેઝન્ટેશન આપવામાં આવ્યો છે. આ બેઠકમાં વેક્સીન કંપનીઓને તેમના ઉપયોગ,પ્રભાવ અને સફલતા વિશે જાણકારી માંગવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનના ચાર દર્દીમાં અમદાવાદનું કોઇ નથી

મહત્વપૂર્ણ છે કે 2 જાન્યુઆરીથી દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વેક્સીનનું ડ્રાઇ રન કરવામાં આવી રહ્યુ છે, જેને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને એક સમીક્ષા બેઠક પણ કરી હતી. આ પહેલા પંજાબ, આસામ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં ડ્રાઇ રન કરવામાં આવ્યુ હતું, જેના પરિણામ ઘણા સકારાત્મક રહ્યા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9