Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગોંડલમાં યુવતિને મળવા ગયેલા પિતરાઇ ભાઇઓએ પર હુમલો, એકનું મોત

ગોંડલમાં યુવતિને મળવા ગયેલા પિતરાઇ ભાઇઓએ પર હુમલો, એકનું મોત

0
401

ગોંડલમાં બે પિતરાઇ ભાઇ એક યુવતીને મળવા ગયા હતા ત્યા કોઇ અજાણ્યા શખ્સોએ બન્ને ભાઇઓને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. આ બનાવમાં એકનું મોત નિપજ્યુ હતું જ્યારે બીજા યુવકને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ગોંડલના ચરખડી ગામે રહેતો જયેશ ઉર્ફે જય કિશોરભાઇ વેગડવા (ઉ.વ.17) તેના કાકાના પુત્ર દિલીપ સાથે બાઇક પર કોટડા સાંગાણીના કાલંભડી ગામે સવારે યુવતીને મળવા ગયો હતો. ત્યાં ઝઘડો થતા જયેશ પર હુમલો કરી ઢોર માર મરાયો હતો. બાદમાં બંન્ને પિતરાઇ ભાઇ બાઇક પર ચરખડી પરત જતા હતા ત્યારે ચરખડીથી ડૈયા ગામના રસ્તામાં મુંઢ મારને કારણે જયેશ ઢળી પડતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે દિલીપે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકાના પીએસઆઇ અજયસિંહ જાડેજા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જયેશના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જયેશ ખાંટને કાલંભડી ગામમાં જ ઢોર માર મરાયો હોય અને કાલંભડી ગામ કોટડા સાંગાણી પોલીસ મથકની હદમાં આવતું હોય ત્યાં જાણ કરાઇ છે. જયેશ ખાંટ પર હુમલો કરનાર શખ્સો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.