Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: સગીરાને 1.15 લાખ રૂપિયામાં વેચવાના કેસમાં સંડોવાયેલી મહિલા આરોપીના કોર્ટે જામીન ફગાવ્યા

અમદાવાદ: સગીરાને 1.15 લાખ રૂપિયામાં વેચવાના કેસમાં સંડોવાયેલી મહિલા આરોપીના કોર્ટે જામીન ફગાવ્યા

0
42

અમદાવાદ: સગીરાને લલચાવી ફોસલાવીને બોલાવ્યા બાદ તેને ગાડીમાં બેસાડીને રાજસ્થાનના રહીશને 1.15 લાખ રૂપિયામાં વેંચી લગ્ન કરાવવાના આક્ષેપ કેસમાં સંડોવાયેલી મહિલા આરોપીના કોર્ટે જામીન ફગાવી દીધા છે.

આ કેસમાં મહિલા આરોપી પર 17 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવીને બોલાવવાનો આક્ષેપ છે, ત્યારબાદ ત્યાંથી અન્ય આરોપીની મદદથી તેને રાજસ્થાનના રહીશને (અન્ય આરોપી) વેચી દેવાનો આક્ષેપ છે. મહિલા આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને સગીરાને 1.15 લાખ રૂપિયામાં વેંચી દીધી હોવાનો આક્ષેપ છે. આ કેસમાં આરોપીઓ પર આક્ષેપ છે કે તેમણે રાજસ્થાનના સુરેશ પુરોહિત નામના આરોપીને સગીરાને વેંચી તેના લગ્ન કરાવી દીધા હતા.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો, બે દિવસમાં 800 બેડ ભરાઈ જવાની ચેતવણી

આમ રાજસ્થાનનો આરોપી કે જેના પર સગીરાને ખરીદવાનો આક્ષેપ છે તેના પર સગીરાને બળજબરીપૂર્વક ગોંધી રાખવાનો દુષ્કર્મ અને મારઝૂડ કરવાનો આરોપ છે. ભોગ બનનારની બહેન દ્વારા ફરિયાદ કરાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે બે મહિલા આરોપીઓ દ્વારા સગીરાને લલચાવી ફોસલાવીને અમદાવાદના ઝૂંડાલ સર્કલ પાસે બોલાવી હતી અને ત્યારપછી અરજદાર મહિલા અને અન્ય આરોપીઓ સાથે મળીને ગુજરાત – રાજસ્થાન સીમા પાસે એક શખ્સ થકી સગીરાને રાજસ્થાનના આરોપીને 1.15 લાખ રૂપિયામાં વેંચી લગ્ન કરવાનો આક્ષેપ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat