Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > કરોડોની જમીન પચાવવા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના ભાઈએ જાનથી મારવાની ધમકી આપી

કરોડોની જમીન પચાવવા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના ભાઈએ જાનથી મારવાની ધમકી આપી

0
517

હું મારી બહેન અને અમારા હિતેચ્છુઓ જમીન પર ગયા તો જાનથી મારવાની ધમકી આપીઃ નીરુબહેન

અમદાવાદ: રાજકારણીઓ તો કોર્ટના આદેશનો ભંગ કરે જ છે, પરંતુ તેના સગાઓ પણ તેમાથી બાકાત નથી અને તેનું તાજેતરનું ઉત્તમ ઉદાહરણ શહેર કોંગ્રેસ પ્રમુખના મહત્ત્વની જવાબદારી નીભાવતા શશીકાંત ભૂરાનો ભાઈ રક્ષિત પટેલ છે. કોર્ટમાં તે જમીન પચાવી પાડવાના કેસમાં નીરાબહેન નામની મહિલા સામે બે-બે વખત હારી ગયો હોવા છતાં અને કોર્ટે તેને જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો હોવા છતાં બેશરમી હદ છે એ છે કે તેણે હજી સુધી તે જમીન પરનો કબ્જો છોડ્યો નથી.

ફક્ત એટલું જ નહી, પરંતુ આ કેસ જીતનારા નીરુબહેન, તેમની બહેન અને તેમના હિતેચ્છુઓ તે જમીન પર પ્રવેશવા ગયા તો તેમને પ્રવેશવા ન દીધા અને ઉલ્ટાની ધાકધમકી આપી. જ્યારે વાસ્તવિકતા એ છે કે આ જમીન નીરુબહેનના પિતાની જ છે અને રક્ષિત પટેલે તે જમીન ખોટા દસ્તાવેજો ઊભા કરીને રાજકીય ઓથ હેઠળ પચાવી પાડી હતી. નીરુબહેને લાંબી કોર્ટ લડાઈ પછી રક્ષિત પટેલ સામે વિજય મેળવ્યો હોવા છતાં પણ રક્ષિત પટેલ જમીનનો કબ્જો છોડતો નથી. સ્વાભાવિક છે કે ભાઇની રાજકીય ઓથનો તે ફાયદો ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસે આ જ રીતે અગાઉ ગુંડાઓને રાજકીય ઓથ આપવાના લીધે સત્તા ગુમાવી હોવા છતાં તેણે ભૂતકાળમાંથી કોઈ પદાર્થપાઠ લીધો નથી.

રાહુલ ગાંધી મહિલા માટે મેદાનમાં તો શહેર કોંગ્રેસ પ્રમુખની મહિલાને ધાકધમકી

હાલમાં કોંગ્રેસના સર્વેસર્વા રાહુલ ગાંધી-પ્રિયંકા એકબાજુએ ઉત્તરપ્રદેશમાં હાથરસમાં બળાત્કારની પીડિત મહિલાને ન્યાય અપાવવા મેદાનમાં ઉતર્યા છે તે બીજી બાજુએ તે જ કોંગ્રેસના શહેરપ્રમુખ એક મહિલાની જમીન પચાવી પાડવાની પેરવીમાં છે. આમાથી કોંગ્રેસનો કયો ચહેરો સાચો સમજવો કે પછી તેના અનેક ચહેરા છે.

નીરુબહેને આ અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે શહેર કોંગ્રેસ પ્રમુખની મહત્વની જવાબદારી નિભાવતા શશીકાન્ત ભૂરાના ભાઈએ (court-rakshit-Niruben) કોર્ટના હુકમનું પણ પાલન કર્યું નથી કોર્ટના હુકમ મુજબ અમે જગ્યા પર પ્રવેશ કર્યો તો આરોપી રક્ષિતે મને,મારી બહેન અને અમારા હિતેચ્છુઓ ધાકધમકી આપી પ્રવેશવા દીધા ન હતા. અમારી જગ્યાનું ખોટું વિલ અને તેના આધારે વેચાણ દસ્તાવેજ કરી લેનાર આ લોકો કોર્ટમાં બે વાર હારી ગયા છે. છતાં પણ અમને અમારી જગ્યામાં પ્રવેશવા દેતા નથી.

નીરૂબહેનએ આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દોઢ મહિના પહેલા કોંગ્રેસ અગ્રણી શશીકાંત ભૂરાના પિતારાઈ રક્ષિત વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

રક્ષિતે ખોટું વિલ બનાવ્યું

શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી નિભાવતા શશીકાંત ભૂરાના ભાઈ રક્ષિતએ (court-rakshit-Niruben) રણછોડભાઈ મોતીભાઈની તરફેણમાં બુધાલાલ ઝવેરીનું ખોટું વિલ ઉભું કર્યું હતું. આ વિલ આધારે આરોપી રક્ષિતએ પોતાના નામે રજીસ્ટર્ડ દસ્તાવેજ 19 માર્ચ 2003ના રોજ કરાવી જમીનમાં ગેરકાયદેસર કબજો લીધો હતો.

આના કારણે એડમિનિસ્ટ્રેટર અને એક્ઝીક્યુટર્સ જયંતભાઈ મોહનભાઇ પટેલ અને અનુભાઈ રતિલાલ શેરદલાલ નાઓએ ઉપરોક્ત દસ્તાવેજ ગેરકાયદેસર,ઉપજાવી કાઢેલો હોવાનું ઠરાવી રક્ષિત પાસેથી કબજો અપાવવા માટે 2004માં રક્ષિત અને રણછોડ મોતીભાઈ વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તે દાવાનો હુકમ એડમિનિસ્ટ્રેટર અને એક્ઝીક્યુટર્સ જયંતભાઈ મોહનભાઇ પટેલની તરફેણમાં 2014માં થયો હતો.

કોર્ટમાં હાર્યા છતાં ફરીથી અપીલ કરી

આ હુકમને પડકારી શહેર કોંગ્રેસ પ્રમુખના ભાઈ રક્ષિત પટેલએ (court-rakshit-Niruben) 2015માં અપીલ કરી હતી. એડિશનલ સેશન્સ જજે ગત 11 સપ્ટેમ્બર 2018ના રોજ હુકમ કર્યો હતો કે, બોડકદેવની સર્વે નબર 214-1ની 1720 સમચોરસ મીટરની દાવાવાળી જમીનનું ગત 24-12-1986ના રોજનું બુધાલાલએ કરી આપેલું કહેવાતું વિલ ખોટું અને ઉપજાવી કાઢેલું છે. આ વિલના આધારે રક્ષિતને રૂ 6 લાખની કિંમત દર્શાવી કરી આપવામાં આવેલો 19-3-2003નો દસ્તાવેજ પણ ગેરકાયદેસર અને ઉપજાવી કાઢેલો છે.

કોર્ટે પ્રતિવાદી કે જવાબદાર પ્રતિવાદીએ જગ્યાનો ખાલી કબજો વાદીને આપવો તેવો હુકમ કર્યો હોવા છતાં આરોપી રક્ષિત (court-rakshit-Niruben)અને તેના મળતીયાઓ આ જગ્યા પર નીરૂબહેન,વર્ષાબહેન અને તેમના હિતેચ્છુઓને પ્રવેશવા દેતા નથી.આરોપી રક્ષિત અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે.

આરોપી જાનની ધમકી આપે છે

નીરૂબહેનએ આ અંગે જણાવ્યું હતું કે, આરોપી અમને ધાકધમકી આપી જગ્યા પર પ્રવેશવા દેતો નથી. જાનથી (court-rakshit-Niruben)મારી નાખવાની ધમકી આપે છે. અમારા પિતાને મળેલી જગ્યા પર આરોપીઓ કબજો જમાવી બેઠા છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ ઉર્ફ ભૂરાનો પિતરાઈ ભાઈ રક્ષિત પોતે જ કોર્ટના હુકમનો અનાદર કરી રહ્યો છે. જે નેતાના ભાઈ મહિલાઓની જમીન લઈ લેવા કાવાદાવા રમતા હોય તે નેતા પ્રજાનું ભલું કરવા રાજકારણમાં આવ્યા છે કે પોતાનું અને પોતાના સગાનું તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.