બેંગ્લોરની એક અદાલતે મ્યૂઝિક કોપીરાઇટ કેસમાં કોંગ્રેસ પાર્ટી અને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને અસ્થાયી રૂપથી બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
Advertisement
Advertisement
એમઆરટી મ્યૂઝીકે આરોપ લગાવ્યો હતો કે તે ટ્વિટર હેન્ડલ ગેરકાયદેસર રીતે ફિલ્મ કેજીએપ ચેપ્ટર-2ના મ્યૂઝીકનું ઉપયોગ કરી રહ્યાં છે, જેનું કોપીરાઈટ કંપની પાસે છે.
લાઈવ લો વેબસાઈટ અનુસાર, એમઆરટી મ્યૂઝીકે કોર્ટમાં એક સીડી ચલાવીને પણ બતાવ્યું, જેમાં એક તરફ ઓરિઝનલ કોપીરાઈટવાળા કામને દર્શાવવામાં આવ્યું અને તેના સાથે જ તેમની નકલ કરીને બનાવવામાં આવેલી સામગ્રીને પણ રાખવામાં આવી હતી.
અદાલતે જણાવ્યું હતું કે રજૂ કરવામાં આવેલી સામગ્રી પ્રાથમિક દૃષ્ટિએ સ્થાપિત કરે છે કે જો આને વધારે પ્રોત્સાહન આપવામાં આવશે તો MRT મ્યુઝિકને નુકસાન થશે અને આમ કરવું કોપીરાઈટના ઉલ્લંઘનને પણ પ્રોત્સાહન આપશે.
અસલમાં હાલના દિવસોમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર છે. યાત્રાના પ્રચાર માટે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કરવામાં આવ્યા છે, જેમાં કેજીએફ ચેપ્ટર-2ના મ્યૂઝીકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ કારણ હતું કે એમઆરટી મ્યૂઝિકે કોપીરાઈટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
Advertisement