Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મતગણતરી સ્થળ પર જય શ્રી રામ અને અલ્લાહુ અકબરના નારા લાગ્યા

મતગણતરી સ્થળ પર જય શ્રી રામ અને અલ્લાહુ અકબરના નારા લાગ્યા

0
44

મહાનગર પાલિકાના રિઝલ્ટ સામે આવતા ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે શહેરમાં કોગ્રેસની હાર થઈ છે, જો કે, અમદાવાદમાં AIMIMની પાર્ટીની 7 બેઠકો પર વિજય થતા ઉત્સાહમાં આવેલા મુસ્લિમ ઉમેદાવારોએ જોર જોરથી અલ્લાહુ એકબરના નારા બોલાવ્યા હતા અને બીજી બાજુ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જય શ્રી રામના નારા બોલાવતા માહોલ ગરમ થયો હતો. જેથી પોલીસે ઘર્ષણના ભયના કારણે બન્ને પાર્ટીના કાર્યકર્તાઓને વેર વિખેર કર્યા હતા.

ગુજરાત કોલેજની બહાર ગેટ બંધ કરતા લોકોમાં રોષ ફેલાયો હતો. જજના ડ્રાયવર,ઓફીસએ જતા લોકો,અને હોસ્પિટલમાં જતા લોકો અટવાયા હતાં. ચારે બાજુ ગેટ બંધ કરતા લોકોમાં રોષ ફેલાયો છે.પોલીસ કર્મીઓ સાથે લોકોએ બોલાચાલી કરી હતી. લાંબી બોલાચાલી બાદ લોકો સામે પોલીસની પીછેહઠ થઈ હતી અને પોલીસે લોકોના આક્રોશના કારણે બેરીકેટીંગ હટાવી દીધાં હતાં. બીજી બાજુ વસ્ત્રાલમાં આમ આદમી પાર્ટીએ ઈવીએમ પર આક્ષેપો કર્યાં છે.

અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. ગુજરાતમાં ઓવૈસીની AIMIM પાર્ટીની ‘એન્ટ્રી ’ થઈ છે. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને AIMIMએ જમાલપુરમાં 4 બેઠક જીતી આખી પેનલ કબજે કરી છે. જ્યારે અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે અને 157 બેઠકો પર કબ્જો કર્યો છે. જ્યારે કોગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માની હાર થઈ છે. પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ શર્માની હાર થઈ છે. જ્યારે કોંગ્રેસના કારમી હારને પગલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. 476 સીટમાંથી 401 પર આગળ છે અને કોંગ્રેસ 50 બેઠક જ જીતી શકી છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 401 બેઠકો સાથે ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી.

કોંગ્રેસમા ગઢમાં ઓવૈસીની એન્ટ્રી

અમદાવાદ મહાનગર પાલિકાના 21 સીટો પર ચૂંટણી લડનાર અસદદુદિન ઓવેસીની AIMIM પાર્ટીનો જમાલપુર અને મક્તમપુરામાં ચારે ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. આ સાથે કોંગ્રેસનો હાર થતા કોંગી કાર્યકરોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.

જમાલપુર વોર્ડમાં AIMIMના અફસાના બાનું ચીશતીને 17,851, બીના પરમારને 15,217 મત,મુસ્તાક ખાદીવાલા 17,480 અને રફિક શેખ 14,359 ભવ્ય મતોથી વિજય થયા છે. આ સાથે મક્તમપુરા વોર્ડમાં પણ AIMIMની આખી પેનલ વિજય થતા લોકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. હાલ જમાલપુરમાં AIMIM ના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફટાકડા ફોડી લોકો વિજયની ઉજવણી પણ કરતા જોવા મળી રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat