Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દારૂડિયાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા પોલીસ તંત્રમાં દોડધામ!,દારૂ ક્યાંથી આવે છે,તે શોધવા ધમપછાડા

દારૂડિયાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા પોલીસ તંત્રમાં દોડધામ!,દારૂ ક્યાંથી આવે છે,તે શોધવા ધમપછાડા

0
4560

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મંગળવારે આવેલા કોરોના પોઝીટીવ દર્દીમાં દારૂની કુટેવ ધરાવતા મુકેશ મારૂ નું નામ આવતા પોલીસવદોડતી થસી હતી. દર્દી દારૂ કોના ત્યાંથી ખરીદતો તે શોધવા પોલીસે ધમપાછડા કર્યા છે. મારૂ વટવા જીઆઇડીસીમાં રહેતી સવિતા નામની બુટલેગર ના ત્યાંથી દારૂ ખરીદતો હોવાના સ્થાનિકોના આક્ષેપ અંગે પોલીસે તપાસ કરી હતી.

પોલીસના કેહવા મુજબ 3 દિવસ પહેલા મુકેશ મારૂ આ વિસ્તારમાં આવ્યો છે બીજું સવિતાના ત્યાં લોક ડાઉન પહેલાં અને પછી પોલીસે સતત રેડ કરી હોવાથી ત્યાં દારૂ વેચાતો હોવાની વાત ખોટી છે. જો કે પોલીસે આ મામલાને ગંભીરતા થી લઈ તપાસ શરૂ કરી છે.

ઝોન 6 ડીસીપી બિપિન આહીર એ જણાવ્યું હતું કે, મુકેશ લિકરનો બંધાણી હોવાનું ધ્યાને આવતા ડૉક્ટરો એ તેની પૂછપરછ કરી જેમાં આ વિગત ખુલી છે. પણ તે સવિતા નામની બુટલેગર ના ત્યાથી દારૂ ખરીદતો હોવાનું લોકોએ જણાવ્યું હતું. અમે સ્થાનિકોના કેહવા મુજબ ત્યાં તપાસ કરી પણ એવું કંઈ નથી. ત્યાં લ કોઈ દારૂ વેચાતો નથી. મુકેશના ભાઈ અને પિતા વટવામાં રહે છે. તેમના કહેવા મુજબ મુકેશ 4 એપ્રિલના રોજ ઘરે આવ્યો તે પહેલા રખડતો ફરતો હતો. મુકેશએ દારૂ ક્યાંથી ખરીદ્યો તે અંગે તેના ભાઈ અને પિતા પણ અજાણ છે જો કે દારૂ મુકેશને ક્યાંથી વેચાતો મળ્યો તેના મૂળ સુધી અમે જઈશું અને જવાબદારો સામે કાર્યવાહી પણ કરીશું.

કોરોના વાયરસના કહેર સામે અમદાવાદ શહેર બે ભાગમાં વહેંચાયો