Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખાનપુર ભાજપ કાર્યલય ખાતે ભવ્ય જીતના જશ્નની તડામાર તૈયારીઓ શરુ

ખાનપુર ભાજપ કાર્યલય ખાતે ભવ્ય જીતના જશ્નની તડામાર તૈયારીઓ શરુ

0
34

રાજયની છ મહાનગર પાલિકાની જીત ફાઈનલ થઈ ગઈ છે. આ છ મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 489 બેઠકો પર ભાજપે તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા છે. 2015ની ચૂંટણીમાં 389 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. જો કે, ફરી એકવાર ગુજરાતમાં ભાજપનો કમળ ખીલ્યો છે. જેથી ખાનપુર ભાજપ કાર્યલય ખાતે હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જીતના જશ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ભાજપની ભવ્ય જીતને લઈ અમદાવાદના ખાનપુર કાર્યલય ખાતે ભવ્ય જીતના જશ્નની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વિજ્યોત્સવમાં સીએમ રુપાણી,નીતિન પટેલ અને સીઆર પાટીલ આવવાના હોવાથી તમામ તૈયારીઓ કરી સંપૂર્ણ કરી દેવામાં આવી છે. ખાનપુર ખાતે ભાજપની ભવ્ય સભા યોજાનાર છે ત્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થઈ રહ્યા છે.

રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી બાદ સીએમ વિજય રૂપાણીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે, ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહિ. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહિ. વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.

આ સાથે સીઆર પાટીલે સોશિયલ માડિયા મારફતે એક વીડિયોમાં લોકોનું આભાર માન્યુ છે અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના ટ્વિટ અકાઉન્ટ પર પોસ્ટ કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો અને સાથે સીએમ રુપાણી ,સીઆર પાટીલ અને ભાજપના તમામ કાર્યર્તાઓનો દિલથી આભાર માન્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat