Gujarat Exclusive > દેશ-વિદેશ > ભાજપને સૌથી વધુ 698 કરોડનું મળ્યું Corporate donation, કોણ છે દાતા?

ભાજપને સૌથી વધુ 698 કરોડનું મળ્યું Corporate donation, કોણ છે દાતા?

0
98
 • ભાજપને છેલ્લા 7 વર્ષમાં 2,319 કરોડનું દાન મળ્યુ
 • કોંગ્રેસના દાન અને દાતા બંનેમાં થયો નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હીઃ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના જારી કરાયેલા તાજેતરમાં  રિપોર્ટ મુજબ વર્ષ 2018-19માં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને સૌથી વધુ 698 કરોડ રૂપિયાનું દાન  (Corporate donation)કોર્પોરેટ જૂથ તરફથી મળ્યું. (આમા 20 હજાર રુપિયાથી વધુ મળેલ ફંડનો સમાવેશ કરાયો છે) બીજા નંબરે કોંગ્રેસ છે.

ભાજપ અને કોંગ્રેસને મળેલા દાન (Corporate donation) વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. એટલે કે કોંગ્રેસને ભાજપના 698 કરોડ સામે 122. 5 કરોડ રૂપિયા મળ્યા. દેશમાં 5 અગ્રણી રાજકીય પક્ષોમાં ભાજપને 1573 કોર્પોરેટ અથવા બિઝનેસ દાતા તરફથી આ ફંડ મળ્યું છે.

લોકોમાં હંમેશા એક વાતની ફરિયાદ થતી હોય છે કે સરકાર ગરીબોનું કશુ સાંભળતી નથી. અમીરો અને ખાસ કરીને દ્યોગપતિઓના હિતના નિર્ણયો લે છે. હમણા જ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ બિલો માટે પણ આવા જ સૂર હતા.

પ્રજા બૂમો પાડે છે કે લોકોના ટેક્સના બળે સરકારનું કામ ચાલે છે. પણ આ સિક્કાની એક બાજુ છે. બીજી બાજુ સરકારને અપાતું ભંડોળ છે. તે કોણ આપે છે. તે મહત્વનું છે. પાછળ છેલ્લા 7 વર્ષના દાનના આંકડ પરથી ખ્યાલ આવશે તે શાસક પક્ષને જ કેમ વધુ દાન મળે છે. કોંગ્રેસે સત્તા ગુમાવ્યા પછી દાન અને દાતા પણ ગુમાવી દીધા.

આ પણ વાંચોઃ

ભાજપના 1573 સામે કોંગ્રેસના દાતા માત્ર 122

કોર્પોરેટ ડોનેશન  (Corporate donation)મામલે કોંગ્રેસને 122 દાતાએ 122. 5 કરોડ રૂપિયા આપ્યા. જ્યારે ત્રીજા નંબરે અનસીપીને 17 કોર્પોરેટ કે વેપારી દાતાઓએ 11.345 કરોડનું ડોનેશન આપ્યું. નાણાવર્ષ 2018-19માં ભઆજપ અને કોંગ્રેસને અનુક્રમે આશરે 94 ટકા અને 82 ટકા દાન મળ્યું. ડાબેરી પક્ષ સીપીઆઇએ આ અંગે કોઇ જાહેરાત કરી નથી.

કોણે આપ્યું સૌથી વધુ ફંડ?

તાતા જૂથનું પ્રોગ્રેસિવ ઇલેક્ટ્રોલ ટ્ર્સ્ટ સૌથી મોટું દાતા છે. તેણે ભાજપ, કોંગ્રેસ અને ટીએમસીને વર્ષમાં ત્રણ વખત 455. 15 કરોડ રુપિયાનું ફંડ (Corporate donation)આપ્યું.

કોને કેટલું ફંડ  (રુ.કરોડમાં)

પ્રોગ્રેસીવ ઇલે. ટ્રસ્ટ

 •                                      ભાજપ                365.535
  કોંગ્રેસ                  55.629
  TMC                 42.986
  પ્રૂડેન્ટ ઇલે. ટ્રસ્ટ
 •                                     ભાજપ                  67.25
  કોંગ્રેસ                    34.00
  એબી જનરલ ટ્રસ્ટ       ભાજપ                   28.00
 • ગ્વાલિયર એલકોબ્રુ      કોંગ્રેસ                    7.00
 • આ પણ વાંચોઃ

ટોપ-5 કોર્પોરેટર ડોનર (Corporate donation)

 • પ્રોગ્રેસ ઇલે. ટ્રસ્ટ               455.15 કરોડ (2018-19)
 • પ્રુડેન્ટ ઇલે. ટ્રસ્ટ                 101.25 કરોડ
 • એબી જનરલ ઇલે. ટ્રસ્ટ       30.00 કરોડ
 • બીજી શિરકે કન્સ્ટ્ર. ટેક.      20.00 કરોડ
 • મોર્ડન રોડ મોકર્સ                15.65 કરોડ

કયા પક્ષને 2018-19માં કેટલું દાન (કરોડ રુપિયામાં)

પક્ષ                            કોર્પોરેટ                કુલ દાન

 • ભાજપ                        698.10                772.15
 • કોંગ્રેસ                        148.58                122.50
 • TMC                           44.26                 42.99
 • NCP                           12.05                   11.35

આ પણ વાંચોઃ

છેલ્લા 7 વર્ષોમાં કોનો કેટલું દાન

 • ભાજપ                 રુ. 2,319 કરોડ (2012-13થી 2018-19)
 • કોંગ્રેસ                રુ. 376.02 કરોડ
 • NCP                  રુ. 69.81 કરોડ
 • TMC                  રુ. 45.02 કરોડ