Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાની બીજી લહેરમાં લાખો લોકોનાં મોત થઇ શકેઃ WHO

કોરોનાની બીજી લહેરમાં લાખો લોકોનાં મોત થઇ શકેઃ WHO

0
1443

નવી દિલ્હીઃ covid19india.org અનુસાર દેશમાં હવે કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 5 લાખને પાર થઇ ચૂકી છે. મહારાષ્ટ્રમાં જ્યાં 5024 નવા કોરોના દર્દીઓની પુષ્ટિ તઇ છે ત્યાં દેશની રાજધાની દિલ્હીમાં 3460 નવા દર્દીઓ સામે આવ્યાં છે. આ સિવાય તમિલનાડુમાં 3645 નવા કોરોનાનાં દર્દીઓ સામે આવ્યાં છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શુક્રવારનાં રોજ જણાવ્યું કે,

“જો કોરોના વાયરસની બીજી લહેર આવશે તો લાખો લોકોનાં મોત થઇ શકે છે. WHO નાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ રનીરી ગુએરાએ સ્પેનિશ ફ્લુની રજૂઆત કરતા જણાવ્યું કે, “ત્યારે મહામારી સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરનાં ઠંડા વાતાવરણમાં વધી ગઇ હતી.”

ઇટલીનાં એક ટીવી ચેનલ સાથે વાત કરાત રનીરી ગુએરાએ કહ્યું કે, “અંદાજે 100 વર્ષ પહેલાં આવેલા સ્પેનિશ ફ્લુની બીજી લહેરમાં કરોડો લોકોનાં મોત થયાં હતાં. તેઓએ જણાવ્યું કે, “સ્પેનિશ ફ્લુ પણ કોવિડની જેમ જ વર્તાવ કરી રહ્યું હતું. ત્યારે પણ ગરમીમાં કેસ ઘટી ગયા હતાં. પરંતુ બાદમાં વધી ગયાં.” આ પહેલાં યૂરોપિયન સેન્ટ્રલ બેંકનાં પ્રમુખ ક્રિસ્ટીન લગાર્ડેએ શુક્રવારનાં રોજ કહ્યું હતું કે, “જો અમે 1918-19 નાં સ્પેનિશ ફ્લુ સાથે કંઇ પણ શીખ્યું છે તો તે નિશ્ચિત છે કે કોરોનાની બીજી લહેર આવી શકે છે.

આ પણ વાંચોઃ દેશમાં કોરોનાનાં દર્દીઓનો આંકડો 5 લાખને પાર, સૌથી વધુ સંક્રમિત મહારાષ્ટ્ર

આ પહેલાં કેટલાંક અભ્યાસમાં એ વાત સામે આવી હતી કે વધારે ગરમીમાં કોરોના વાયરસનો પ્રસાર ધીમો થઇ જાય છે પરંતુ આ એટલું ઓછું નથી કે સંક્રમણ રોકાઇ જાય. ત્યાં બીજી બાજુ મહામારી રોગ તજજ્ઞોનું કહેવું છે કે મહામારીની બીજી લહેરને લઇને કોઇ પરિભાષા નક્કી છે. અત્યાર સુધી વિશ્વભરમાં કોરોનાનાં 97.7 લાખ કેસોની પુષ્ટિ થઇ ચૂકી છે. જ્યારે વિશ્વભરમાં 4.9 લાખ લોકોનાં કોરોના વાયરસથી મોત થઇ ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસનાં કેસો સતત દિવસે ને દિવસે વધતા જઇ રહ્યાં છે. ત્યારે એવામાં કોરોના વાયરસનો કહેર દેશમાં એટલો બધો વધી ચૂક્યો છે કે સંક્રમિત દર્દીઓનો આંકડો 5 લાખને પાર થઇ ચૂક્યો છે. ત્યાં દેશમાં કોરોના વાયરસને કારણે સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એક દિવસમાં પાંચ હજારથી પણ વધારે કોરોનાનાં કેસ સામે આવી ચૂક્યાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલયનાં ઓફિશીયલ આંકડાઓ અનુસાર દેશમાં આજે સવાર સુધી કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 4,90,401 હતી. જો કે દેશમાં કોરોના વાયરસને કારણે સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ છે. એમાં જો તેનાં આંકડાઓ જોડી દેવામાં આવે તો કોરોનાનાં દર્દીઓની સંખ્યા 5 લાખને પાર થઇ ચૂકી છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસનાં પૂર્વ 5 ધારાસભ્યોનાં કેસરિયા, કમલમ ખાતે ઉત્સવનો માહોલ

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.