Gujarat Exclusive > દેશ-વિદેશ > હવેથી ચીનનાં વુહાનમાં જંગલી જાનવરો ખાવા પર પ્રતિબંધ, સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય

હવેથી ચીનનાં વુહાનમાં જંગલી જાનવરો ખાવા પર પ્રતિબંધ, સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય

0
732

ચીનનાં જે શહેરમાંથી કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે ત્યાં આખરે હવે ચીને વુહાનમાં જંગલી જાનવરોને ખાવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વુહાન સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એક નોટીસ અનુસાર, નવી નીતિ આગામી પાંચ વર્ષ સુધી લાગુ રહેશે. હકીકતમાં ગ્લોબલ ટાઇમ્સનાં એક રિપોર્ટ અનુસાર વુહાન સરકારની ઓફિશીયલ વેબસાઇટ પર એક નવો કાયદો બહાર પાડવામાં આવ્યો છે. આ અનુસાર જંગલી જાનવરોનાં ખાવા અને તેનાં શિકાર કરવા પર વુહાનમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ આદેશ અનુસાર જંગલી જાનવરો અને તેમનાં ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેમાં તમામ સ્થળીય વન્યજીવ શામેલ છે. વન્યજીવ જાનવર કે જે રાષ્ટ્રીય અને હુબેઇ પ્રાંતીય સંરક્ષણની યાદીમાં છે. જેમાં રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંરક્ષણ અંતર્ગત કિમતી જંગલી જાનવરો અને લુપ્ત પ્રજાતી જળચર જંગલી જાનવરો પણ શામેલ છે. આ આદેશ સાથે હવે વુહાનમાં શિયાળ, મગર, વરૂ, સાપ, ઉંદર, મોર સહિત અનેક જંગલી જાનવરોને ખાવા પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ સિવાય કોઇ પણ સંગઠન અથવા વ્યક્તિને વાઇલ્ડલાઇફ અથવા તો તેની સાથે જોડાયેલા ઉત્પાદનોનું પ્રોડક્શન, પ્રોસેસ કરવી, ઉપયોગ કરવો અથવા તો કોમર્શિયલ ઓપરેશનની પરવાનગી નહીં મળે.

ચીની લોકો ખાવા-પીવામાં સૌથી અગ્રેસર એવાં જાનવરોને ખાવા પર વુહાનમાં હવે પ્રતિબંધ લગાવી દેવાયો એવું માનવામાં આવી રહ્યું છે. વધારે વસ્તીવાળા વુહાનમાં તેની પર પ્રતિબંધ લગાવવો એ એક મોટો નિર્ણય કહેવાય. તમને જણાવી દઇએ કે ચીનનું વુહાન, જ્યાંથી કોરોના ફેલાવાની આશંકા દર્શાવાઇ છે. ત્યારે વુહાન સ્થિત વેટ માર્કેટને ચીનનાં વાયરસનાં સંક્રમણને રોકવા માટે જાન્યુઆરીથી જ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને વન્યજીવોનાં વેપાર પર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવવાનો આદેશ પહેલેથી જ આપી દેવાયો હતો. વુહાનમાં સ્થિત વેટ માર્કેટ એ એક એવું બજાર છે કે જ્યાં અજગર, કાચબા, ઉંદર અને ચિત્તાનાં બચ્ચાં, ચામાચીડિયાં તેમજ શિયાળનાં બચ્ચાં, જંગલી બિલાડી, મગર જેવાં જાનવરોનાં માંસને વેચવામાં આવે છે. અહીંથી જ કોરોના વાયરસ ફેલાયો હોવાંનું કહેવામાં આવી રહ્યું છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ખેડૂતોના ભાવ મુદ્દે લડતાં પાલ આંબલિયાને CMનાં ઇશારે પોલીસે ઢોર માર માર્યોઃ અમિત ચાવડા