Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં 70 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી માત, 90% નજીક પહોંચ્યો રિકવરી રેટ

દેશમાં 70 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી માત, 90% નજીક પહોંચ્યો રિકવરી રેટ

0
66
  • 24 કલાકમાં 53,370 નવા કેસ, વધુ 650ના મોત india corona cases
  • કોરોના સંક્રમિતોની સંખ્યા 78.14 લાખને પાર પહોંચી

Coronavirus Live Update: દેશમાં કોરોનાના કેસો (Corona Cases In India) સતત ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. આંકડા પર નજર નાંખીએ તો, અત્યાર સુધી કુલ 78 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાંથી 70 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. આમ કુલ મળીને દેશમાં કોરોનાનો રિકવરી રેટ 90 ટકાની નજીક પહોંચ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા (Coronavirus Live Update) અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53,370 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન 650 લોકોના મરણ નોંધાયા છે. india corona cases

આમ નવા કેસ (Corona Cases In India) ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 78,14,682 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 70,16,046 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. દેશમાં એક્ટિવ કેસોની (Corona Active Cases) વાત કરીએ તો, આ આંકડો ઘટીને 6,80,680 પર પહોંચી ગઈ છે.

દેશમાં રિકવરી રેટ 90 ટકાની નજીક પહોંચ્યો india corona cases
દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા (Coronavirus Live Update) લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 67,549 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જેને મળીને રિકવરી રેટ 89.78 ટકા (Corona Recovey Rate) થઈ ગયો છે. india corona cases

આ પણ વાંચો: જૂન-2021 સુધીમાં આવી જશે કોરોનાની સ્વદેશી વૅક્સીન, ભારત બાયોટેકનો દાવો

દેશમાં એક્ટિવ કેસોમાં પણ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 14,829 એક્ટિવ કેસો (Corona Active Cases) ઓછા થયા છે. જેને મળીને એક્ટિવ કેસનો રેટ 8.71 ટકા થઈ ગયો છે.

10 કરોડથી વધુ કોરોના ટેસ્ટ india corona cases
દેશમાં અત્યાર સુધી 10 કરોડથી વધુ સેમ્પલોના કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવી ચૂક્યાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં શુક્રવાર સુધી 10,13,82,546 સેમ્પલોના કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 12,69,479 ટેસ્ટ ગઈકાલે જ કરવામાં આવ્યાં છે.