Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 લાખને પાર, વધુ નવા કેસ 61 હજારને પાર

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 લાખને પાર, વધુ નવા કેસ 61 હજારને પાર

0
151
  • ભારતમાં કોરોના સંક્રમણની સંખ્યા વધવાની સાથે વધુ 836ના મોત
  • દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 7 લાખ 10 હજારને પાર
  • ગુજરાતમાં પણ કોરોનાના કુલ કેસનો આંકડો 86 હજારને પાર

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમિતો (Coronavirus India News) ની કુલ સંખ્યા 31 લાખના આંકડાને પાર પહોંચી ગઈ છે. હવે આપણાંથી વધુ કેસ બ્રાઝીલ અને અમેરિકામાં જ છે. જો આજ રીતે દેશમાં કોરોનાના નવા કેસ સામે આવતા રહ્યાં, તો આપણે જલ્દી નંબર બે પર પહોંચી જઈશું. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, 24 કલાકમાં કોરોનાના 61,408 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે વધુ 836 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 31,06,349 પર પહોંચી ગઈ છે.

તમામ પ્રકારના પ્રયત્નો બાદ દેશમાં કોરોનાના વધતા જતા કહેર પર નિયંત્રણ કરવામાં સરકારને હજી સુધી નિષ્ફળતા જ હાથ લાગી છે. જેને લીધે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની ચિંતા સતત વધી ગઇ છે. ભારતમાં છેલ્લાં કેટલાંય દિવસોથી વિશ્વમાં દાખલ થનારા કેસોમાં અન્ય દેશોના મુકાબલે સૌથી વધારે કેસો સામે આવી રહ્યાં છે. જેને કારણે હવે દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 31 લાખને પાર પહોંચી ગઇ છે.

આ પણ વાંચોઃ આરોગ્ય સેતુ એપમાં એડ થયુ નવું ફિચર્સ, જાણો કોને કેવો લાભ મળશે?

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 લાખને પાર

મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર દેશમાં હાલમાં કુલ સંક્રમિતોની સંખ્યા (Coronavirus India News) 31 લાખ 6 હજારને પાર પહોંચી ગઇ છે. બીજી બાજુ કોરોનાને કારણે મોતનો કુલ આંકડો પણ વધીને 57,542 થઇ ગયો છે. જ્યારે આ વાયરસને અત્યાર સુધી 23 લાખ 38 હજારથી પણ વધારે લોકો મ્હાત આપી ચૂક્યાં છે. પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે એક્ટિવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો થયો છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 7 લાખ 10 હજારને પાર પહોંચી ગઇ છે.

ગુજરાતમાં કેવો છે કોરોના કહેર?

ગુજરાતમાં પણ સતત વધતાં જતા કોરોનાના આંકડાએ કેટલાંક શહેરોમાં તંત્રની ચિંતામાં વધારો કરી દીધો છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 1101 કોરોનાનાં કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 86,779 એ પહોંચી ગઇ છે.

કોરોનાને કારણે ગુજરાતમાં હાલમાં કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લાં એક મહીનાથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે રાજ્યમાં આજે સૌથી વધુ કોરોના વાયરસનાં 60,808 ટેસ્ટ કરવામાં આવ્યાં છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 17,56,133 એ પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ ગોરધન ઝડફિયાની હત્યા કરવાના ષડયંત્ર મામલે વધુ 4 શખ્સોની ATS દ્વારા અટકાયત