Gujarat Exclusive > દેશ-વિદેશ > 20 દિવસમાં કોરોનાના કેસ 12 લાખને પાર, ભારતે અમેરિકા-બ્રાઝીલને છોડ્યા પાછળ

20 દિવસમાં કોરોનાના કેસ 12 લાખને પાર, ભારતે અમેરિકા-બ્રાઝીલને છોડ્યા પાછળ

0
115
  • ભારતમાં કોવિડ-19નાં કેસ 20 ઓગસ્ટ સુધીમાં 12 લાખને પાર
  • અમેરિકામાં 19 ઓગસ્ટ સુધીમાં કેસ 9 લાખને પાર જ્યારે બ્રાઝીલમાં 7 લાખને પાર
  • સમગ્ર વિશ્વમાં કોરોનાથી કુલ 7 લાખ 96 હજારથી વધુ લોકોનાં મૃત્યુ

નવી દિલ્હીઃ સમગ્ર ભારતમાં કોરોનાનાં કેસો દિવસે ને દિવસે સતત વધતા જઇ રહ્યાં છે. ત્યારે એવામાં ઓગસ્ટ મહીનામાં અત્યાર સુધીમાં દેશમાં (Coronavirus India) 12 લાખથી પણ વધારે નવા દર્દીઓ વધ્યાં છે. જે અગાઉના કોઇ પણ મહીનાની તુલનાએ સૌથી વધારે છે. ઓગસ્ટ મહીનો હજી સંપૂર્ણ પૂરો પણ નથી થયો ત્યાં તો આ મહીનામાં વિશ્વમાં સૌથી વધારે કેસો ભારતમાં આવ્યાં છે. આ આંકડા એવાં સમયમાં આવ્યાં છે કે જ્યારે એક દિવસમાં દેશમાં 69,000 નવા સંક્રમણના કેસ દાખલ કરવામાં આવ્યાં છે. જે અત્યાર સુધી 24 કલાકમાં વધેલો સૌથી મોટો આંકડો છે. જ્યારે 986 લોકોના મોત થયાં છે.

અમેરિકા, બ્રાઝીલથી પણ વધુ કેસ

રાજ્ય સરકારો દ્વારા મળેલા આંકડાઓની વિગત અનુસાર ભારતમાં કોવિડ-19ના કેસ (Coronavirus India) 20 ઓગસ્ટ સુધી 12,07,539 થઇ ગયા છે. મંત્રાલયનાં આંકડા પર નજર નાંખીએ તો આ પહેલાં જુલાઈ મહીનામાં 11 લાખ કેસ આવ્યા હતાં એટલે કે 11,09,444 કેસ હતાં. જ્યારે ઓગસ્ટમાં વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં સામે આવ્યાં છે. એમાં પણ હજી 10 દિવસ બાકી છે.

દુનિયાભરમાં આવનારા કોરોના કેસ પર નજર રાખનારી વેબસાઈટ www.worldometers.info મુજબ અમેરિકામાં 19 ઓગસ્ટ સુધી 9,94,863 કેસ સામે આવ્યાં છે. જ્યારે બ્રાઝિલમાં 7,94,115 કેસ સામે આવ્યાં છે. એટલે કે અમેરિકા બીજા નંબરે અને બ્રાઝીલ ત્રીજા નંબરે છે. ગુરૂવારનાં રોજ દેશમાં 69,317 નવા કેસ સામે આવ્યાં છે. જેનાંથી કુલ કેસની સંખ્યા 29 લાખથી વધારે થઇ ગઇ છે. બુધવારના રોજ 70,101નો આંક આવ્યાં બાદ કોરોનાના મામલે એક દિવસમાં જ આ બીજી વાર સૌથી મોટી છલાંગ છે.

આ પણ વાંચોઃ ભારતમાં સંક્રમિતોની સંખ્યા 29 લાખને પાર, 24 કલાકમાં 68,898 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો નવો રેકોર્ડ

એક વાર ફરીથી મહારાષ્ટ્રમાં સૌથી વધારે નવા કેસ સામે આવ્યાં છે. જ્યાં એક દિવસમાં સૌથી વધારે કેસ 14,492 કેસ દાખલ થયા છે. એમાં પણ નોંધ લેવા જેવી બાબત તો એ છે કે રાજ્યમાં પ્રથમ વાર દરરોજના કેસ 14 હજારને પાર ચાલ્યા ગયા છે. મહારાષ્ટ્ર સિવાય અન્ય એવાં 8 રાજ્યો છે કે જ્યાં કોરોનાના કેસો સૌથી વધારે છે. જેમાં બંગાળ (3197), પંજાબ (1741), ગુજરાત (1175), મધ્યપ્રદેશ (1142), છત્તીસગઢ (બુધવાર રાતથી 1016, ગુરૂવારના રોજ 916), હરિયાણા (996), પુડુચેરી (554) અને મેઘાલય (126) શામેલ છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર

સમગ્ર વિશ્વમાં કોરોના કહેર વધી રહ્યો છે. ત્યારે વિશ્વમાં કોરોનાના વધુ 2.67 લાખથી કેસો નોંધાયા છે. કોરોનાના કારણે વધુ 6,183 લોકોનાં મોત નિપજ્યાં છે. વિશ્વમાં કોરોનાનાં કુલ 2 કરોડ 28 લાખ 49 હજારથી વધુ કેસ નોંધાયા છે.

કોરોનાને કારણે દુનિયામાં કુલ 7 લાખ 96 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. દેશમાં કોરોનાનાં સૌથી વધુ 68,507 નવા કેસો નોંધાયા છે. જ્યારે બીજા ક્રમાંકે અમેરિકા છે જ્યાં 45,341 નવા કેસ અને ત્રીજા ક્રમાંકે બ્રાઝિલમાં 44,684 નવા કેસો સામે આવ્યાં છે. જ્યારે કોલંબિયામાં 11,541 કેસ, પેરુમાં 8,639 કેસ, રશિયામાં 4785 કેસ અને સ્પેનમાં 3349 નવા કેસો નોંધાયા છે.

આ પણ વાંચોઃ ‘Aisha moves on.. Sir’ રિયાએ મહેશ ભટ્ટને મોકલેલા આ મેસેજનો શું અર્થ?