Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોનાની બ્રેક ફેઇલ, સંક્રમિતો 30 લાખની નજીક અને 54 હજારથી વધુ મોત

દેશમાં કોરોનાની બ્રેક ફેઇલ, સંક્રમિતો 30 લાખની નજીક અને 54 હજારથી વધુ મોત

0
146
  • દેશમાં દરરોજ ઓછામાં ઓછાં 60 હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં
  • ગુરૂવારનાં રોજ એક દિવસમાં જ સંક્રમિતોની સંખ્યા 29 લાખને પાર
  • દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધીને 74.30 ટકાએ પહોંચ્યો છે

નવી દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના વાઇરસ (Coronavirus India) નાં કેસો ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે હવે દરરોજ ઓછામાં ઓછા 60 હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોની સંક્રમિતોની સંખ્યા 30 લાખની નજીક પહોંચી ગઇ છે જ્યારે મોતનો કુલ આંક 54 હજારને પાર ચાલ્યો ગયો છે.

ગુરૂવારના રોજ એક દિવસમાં જ 68,898 નવા કેસ સામે આવતાની સાથે સંક્રમિતોની સંખ્યા 29,05,823 થઇ ગઇ છે. જ્યારે 983ના મોત સાથે 54,849 લોકોએ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાથી થનાારો મૃત્યુ દર ઘટીને 1.89 ટકા થઇ ગયો છે. જ્યારે દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધીને 74.30 ટકાએ પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ કેસ

હાલમાં આ રાજ્યોમાં ગંભીર સ્થિતિ

દરરોજના એક તરફ હજારો નવા કેસો (Coronavirus India) સામે આવી રહ્યાં છે તો એવામાં જો દેશના રાજ્યો પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોના કેસોની સંખ્યા વધીને 6,57,450 એ પહોંચી ગઇ છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં પણ 3.34 લાખ કેસ નોંધાયાં છે. તમિલનાડુ 3.67 લાખ કેસ સાથે દેશમાં બીજા ક્રમે છે.

ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસોની સંખ્યા 1.77 લાખને પાર પહોંચી ગઇ છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 84466 એ પહોંચી ગયા છે. જો કે બીજી બાજુ દેશમાં લોકોને મોટી સંખ્યામાં સ્વસ્થ પણ કરાઇ રહ્યાં છે. જેનો રિકવરી રેટ 74.30 ટકાએ પહોંચી ગયો છે.

દેશમાં 17મી જૂને રિકવરી રેટ માત્ર 52.8 ટકા હતો જેમાં 22 ટકાનો વધારો થયો છે. એટલે કે જે રીતે કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યાં છે તેની સામે મોટી સંખ્યામાં લોકો સાજા પણ થઇ રહ્યાં છે. એક જ દિવસમાં 62 હજારથી પણ વધારે લોકોને સાજા કરવામાં આવ્યાં છે.

શુક્રવાર સાંજ સુધીનાં ગુજરાતના કોરોનાના આંકડા

રાજ્યમાં ગઇ કાલે અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1204 નવા કોરોના કેસ ઉમેરાય છે. જ્યારે આ જ સમયગાળામાં 14 દર્દીઓ કોરોના સામે હારી ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 70 હજારથી વધુ કોરોના ટેસ્ટ થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1204 નવા કેસ નોંધાયા છે, તેની સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 84,466એ પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓ કોરોના સામે હારી ગયા છે, તેની સાથે કુલ મૃત્યુઆંક 2869એ પહોંચ્યોં છે.

જો કે રાહતની વાત એ છે કે, રાજ્યમાં અત્યાર સુધી સાજા થયેલાની સંખ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1324 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 80 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 67,277 લોકોએ કોરોનાને હરાવી દીધો છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 14320 છે.

આ પણ વાંચોઃ ભાજપ અગ્રણી ગોરધન ઝડફીયાની હત્યા માટે આવેલા શૂટરનો CCTV ફૂટેજ વાયરલ