Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 606 થઇ, મધ્ય પ્રદેશમાં પ્રથમ મોત

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 606 થઇ, મધ્ય પ્રદેશમાં પ્રથમ મોત

0
578

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો વધતો જઇ રહ્યો છે. અત્યાર સુધી 606 કન્ફોર્મ કેસ મળ્યા છે. કોરોના વાયરસથી દેશમાં વધુ એકનું મોત થયુ છે. કોરોનાના વધતા કેસને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન આજથી લાગુ થઇ ગયુ છે અને 14 એપ્રિલ સુધી ચાલશે. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે આ 21 દિવસ સુધી આ દેશમાં કોઇ પણ પોતાના ઘરમાંથી બહાર ના નીકળે, માત્ર જીવન જરૂરી સેવાઓ જ આ દરમિયાન ચાલુ રહેશે.

મધ્ય પ્રદેશમાં કોરોનાથી પ્રથમ મોત

મધ્ય પ્રદેશમાં 60 વર્ષીય વ્યક્તિએ કોરોના વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. મધ્ય પ્રદેશમાં આ પ્રથમ મોત છે.ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. કેરળમાં કોરોનાના 9 દર્દીઓની પૃષ્ટી થઇ છે. કેરળમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 112 પહોચી છે. જ્યારે કર્ણાટકમાં પણ 10 કોરોનાના દર્દી સામે આવ્યા છે. કર્ણાટકમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 51 પર પહોચી છે. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પણ કોરોનાના 5 કેસ સામે આવ્યા છે. અહી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 35 થઇ ગઇ છે.

ગુજરાતમાં પણ 3 નવા કેસ સામે આવ્યા

ગુજરાતમાં બુધવારે ત્રણ નવા કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં એક મહિલા, જ્યારે સુરત અને વડોદરામાં 1-1 વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 38 થઇ ગઇ છે. જ્યારે મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 5 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે. મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા વધીને 112 થઇ ગઇ છે.

તમિલનાડુમાં એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ

કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે. બુધવાર સવારે તમિલનાડુમાં એક વ્યક્તિએ જીવ ગુમાવી દીધો છે. મોતનો આંકડો વધીને 11 થઇ ગયો છે. દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો બુધવાર સવાર સુધી 560 કેસ પોઝિટિવ હતા જેમાં 46 સ્વસ્થ્ય થઇ ગયા છે એટલે હજુ 504 એક્ટિવ કેસ છે.

COVID-19: વુહાનમાં બસ સેવા શરૂ, દુનિયાભરમાં 18900થી વધારે મોત