Gujarat Exclusive > દેશ-વિદેશ > જો સમયસર લૉકડાઉન ન લગાવ્યું હોત તો આજે 20 લાખ લોકો કોરોનાથી સંક્રમિત હોત: સ્વાસ્થ્ય મંત્રાલય

જો સમયસર લૉકડાઉન ન લગાવ્યું હોત તો આજે 20 લાખ લોકો કોરોનાથી સંક્રમિત હોત: સ્વાસ્થ્ય મંત્રાલય

0
253

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે આજે સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કૉન્ફરન્સ કરતા જણાવ્યું કે, કોરોના વાયરસથી 37,000-78,000 મોત થઇ શકે છે. 14-29 લાખ કેસ થઇ શકતા હતાં, લાખો કેસ નહીં ફેલાયા કેમ કે નિર્ણય લેવાયો કે આપણે ઘરની લક્ષ્મણ રેખાને પાર નહીં કરીએ.’

છેલ્લાં ચાર દિવસથી કોવિડ-19 ના રોજ એક લાખથી વધુની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે કહ્યું કે, લગભગ 80 ટકા કેસ પાંચ રાજ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીથી છે. એવામાં કહી શકાય કે ભારતમાં કોરોનાનો પ્રકોપ સીમિત ક્ષેત્ર સુધી છે. સરકારે કહ્યું કે બે સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓ દ્વારા તૈયાર મોડલથી ખ્યાલ આવે છે કે લોકડાઉનને કારણ લગભગ 23 કોવિડ-19નાં કેસ અને 68,000 મોતને ટાળવામાં આવ્યાં છે. શુક્રવારનાં રોજ બપોરે એક વાગ્યા સુધીમાં કોવિડ-19નાં 27,55,714 ની તપાસ કરવામાં આવી છે. એક દિવસમાં 1,03,829 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. મંત્રાલયનાં મતે 24 કલાકમાં કોવિડ-19 નાં 3,234 દર્દી સાજા થયા અને અત્યાર સુધીમાં 48,534 દર્દી સાજા થયા છે.

કોરોના વાયરસને ફેલતા રોકાયાં
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 21 મે સુધી કોરોના વાયરસનું સંક્રમણ કેટલાંક રાજ્યો અને શહેરોમાં કેન્દ્રિત થઈ ગયું છે. ડૉ. વીકે પૉલે જણાવ્યું હતું કે પાંચ રાજ્યોમાં લગભગ 80 ટકા કેસ અને પાંચ શહેરોમાં 60 ટકાથી વધારે, 10 રાજ્યોમાં 90 ટકાથી વધુ અને 10 શહેરોમાં 70 ટકાથી વધુ કોવિડ-19નાં કેસો સામે આવી રહ્યાં છે. લૉકડાઉનનાં કારણે COVID-19થી મૃત્યુ થનારની સંખ્યાની વૃદ્ધિમાં પણ મોટો ઘટાડો આવ્યો છે.

 

કોરોનામાં થઇ રહ્યો છે ઘટાડો
કેટલાંક આંકડાઓની વાત કરતા જણાવ્યું કે, COVID-19 કેસોનાં વૃદ્ધિદરમાં 3 એપ્રિલ 2020થી સતત ઘટાડો જોવાં મળ્યો છે. સમયસર જો લોકડાઉન ન લગાવ્યું હોત તો આજે 14થી 29 લાખની વચ્ચે કોરોના દર્દીઓનો આંકડો પહોંચ્યો હતો. પોલનાં જણાવ્યાં અનુસાર, લોકડાઉનને કારણ આજે હજારો જિંદગીઓ બચી ગઇ છે. તેઓએ ભારત સરકારની યોજના આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત અત્યાર સુધી 1 કરોડ લોકો સારવાર કરાવી ચૂક્યાં છે. આ એક મોટી ઉપલબ્ધિ છે. ડૉ. વી કે પોલે કહ્યું કે, અનેક મોડલથી એ વાત સામે આવી રહી છે કે કોરોના વાયરસથી 37,000-78,000 મોત થઇ શકતા હતાં. 14-29 લાખ કેસો થઇ શકતા હતાં. પરંતુ આપણે લક્ષ્મણરેખાને પાર ન કરતા કેસોમાં ઘણો ઘટાડો થયો નહીં તો આજે આંકડાઓ ક્યાંય પહોંચી ગયા હોત.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

રાજપીપળામાં વેરા વધારા મુદ્દે નાંદોદ MLA આવ્યા મેદાનમાં, પાલિકાને લખ્યો પત્ર