Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: 24 કલાકમાં 20,036 નવા કેસ નોંધાયા, મૃત્યુદરમાં થયો ઘટાડો

COVID-19: 24 કલાકમાં 20,036 નવા કેસ નોંધાયા, મૃત્યુદરમાં થયો ઘટાડો

0
99

coronavirus cases

નવા વર્ષ દરમિયાન કોરોનાના કેસોમાં ઘટાડો થતા દેશના લોકોએ રાહત અનુભવી છે. પ્રતિદિવસ થતાં મોતના મામલે ભારત હવે 12મા સ્થાને પહોંચી ગયો છે. દેશમાં થતાં મૃત્યદરમાં મોટો ઘટાડો નોંધાતા નવા વર્ષમાં એક ખુબ જ સારી સફળતા હાથે લાગી છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,036 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 256 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,02,66,674 થઈ ગઈ છે.

તદ્દ ઉપરાંત દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 98 લાખ 83 હજાર 461 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 23,181 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,54,254 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,48,994 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)coronavirus cases

આ પણ વાંચો:ગુજરાતના CM રૂપાણીનું દારૂબંધીને લઇને મોટુ નિવેદન coronavirus cases

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 31 ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ 17,31,11,694 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, વર્ષના છેલ્લા દિવસે 24 કલાકમાં 10,62,420 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9