Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કોરોનાવાયરસથી ભારતમાં 30,000 લોકોના મોત થઇ શકે છે, જૂન સુધી હોસ્પિટલમાં બેડ ખાલી મળશે નહીં: ડેટા

કોરોનાવાયરસથી ભારતમાં 30,000 લોકોના મોત થઇ શકે છે, જૂન સુધી હોસ્પિટલમાં બેડ ખાલી મળશે નહીં: ડેટા

0
7410

ભારતમાં એક દિવસમાં કોરોનાના મામલાઓની સંખ્યામાં સૌથી મોટા દર પછી પણ એવું લાગી રહ્યું નથી કે આપણે હજું સમજી શક્યા નથી કે, કોરોના અહીં એક મહામારીનું સ્વરૂપ લઇ ચૂકી છે. આવાનારા કેટલાક સપ્તાહોમાં સ્થિતિ એવી થઇ શકે છે જેની આપણે કલ્પના પણ કરી હશે નહીં. ધ પ્રિન્ટે છાપેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે, “જે આંકડાઓ અમારા પાસે છે તેનાથી અંદાજ લગાવી શકાય છે કે, નજીકના ભવિષ્યમાં શું થઇ શકે છે અને નરેન્દ્ર મોદી સરકારને શું-શું કરવું જોઈએ”

ભારતમાં કેસોમાં અસાધારણ વધારો થવાનો છે

ભારતમાં કોરોનાના પહેલા કેસથી લઇને 50ના આંકડાઓ સુધી પહોંચવામાં 40 દિવસ લાગ્યા, 100ના આંકડાઓ સુધી પહોંચવામાં પાંચ દિવસ લાગ્યા, તેના ત્રણ દિવસની અંદર આ આંકડો 150 થઇ ગયો અને માત્ર વધુ બે દિવસોમાં આંકડો 200ને પાર પહોંચી ગયો. કન્ફર્મ કેસોની સંખ્યા પાંચ અથવા તેનાથી પણ ઓછા દિવસોમાં બેગણી થઇ રહી છે, જ્યારે આ મહિનાના શરૂમાં આવું થવામાં છ દિવસ લાગી રહ્યાં હતા. આવી રીતે ભારતમાં પણ કોરોનાની સ્પીડ દુનિયાના બીજા દેશોમાં જે સ્પીડ છે તેના બરાબર થઇ ગઇ છે, અમેરિકામાં મામલાઓ પ્રતિ બે દિવસે બેગણી સ્પીડથી વધી રહ્યાં છે.

ઈટાલીમાં પ્રથમ કેસ દક્ષિણ કોરિયામાં સામે આવેલ પ્રથમ કેસના દસ દિવસ પછી સામે આવ્યો હતો. તેના આવનારા દસ દિવસમાં ઈટાલીમાં 10થી પણ ઓછા મામલા હતા, જ્યારે દક્ષિણ કોરિયામાં ગણતરી સતત વધી રહી હતી. પરંતુ માત્ર એક ભયાનક સપ્તાહમાં ઈટાલીમાં કેસોમાં 100 ગણો વધારો થઇ ગયો. તે પછી એક સપ્તાહમાં દક્ષિણ કોરિયાએ તો આની સ્પીડને પણ તોડી દીધી, પરંતુ ઈટાલીમાં કેસોમાં રોકેટની સ્પીડથી વધી રહ્યાં છે અને તેની સ્વાસ્થ્ય સેવાઓ બધી જ રીતે નિષ્ફળ સાબિત થઇ રહી છે. ભારતે ઈટાલી જેટલી સ્પીડ પકડવાથી બચવું પડશે અને આ કામ ઝડપી કરવું પડશે. તેના માટે લોકોને ભેગા થવાથી રોકવા માટેના ઉપાયોની જાહેરાત કરવી પડશે, જેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ વધારે કડકાઇપૂર્વકના નિયમો લાગૂં કરવા પડશે.

હાલમાં તો કોરોનાના પીડિતોના આ કન્ફર્મ કેસ છે. કુલ કેસોની સંખ્યાની જાણકારી મેળવવા માટે ભારતે આ મામલાઓના કંન્ઝર્વેટિવ ટેસ્ટિંગ વ્યવસ્થાને મજબૂત કરવી પડશે. શુક્રવારે મોદી સરકારે આ દિશામાં નાનો એવો પગલો ભર્યો, તેમને તેવા લોકોની પણ તપાસ શરૂ કરવાનું ચાલું કરી દીધું, જેઓ શ્વાંસની બિમારીના કારણે હોસ્પિટલોમાં દાખલ થયા છે અને જે વિદેશ યાત્રા કરનાર કોઈ વ્યક્તિમાં સંપર્કમાં આવ્યા નથી.

ભારતમાં કોરોનાના કેસોમાં વિસ્ફોટ થઇ શકે છે
ભારતમાં જે સ્પીડથી કોરોનાના મામલાઓ વધી રહ્યાં છે તેને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર કન્ફર્મ કેસોમાં મોતોની 3.4 ટકાની દરને જોતા ભારતમાં મેના અંત સુધીમાં આના 10 લાખથી વધારે પાક્કા કેસ સામે આવી શકે છે અને 30,000થી વધારે લોકોના જીવ જઇ શકે છે. આ એક અનુમાનિત આંકડો છે. બાયો-સ્ટેટીસ્ટીસિયનોની એક ટીમે અનુમાન લગાવ્યો છે કે, આ આંકડાઓમાં વધી પણ શકે છે અને 10 લાખ કેસો 15 મે સુધીમાં જ સામે આવી શકે છે.

કેસોનો એક દિવસમાં અચાક વધી જવું, અનુમાનિત મામલાઓમાં કન્ફર્મ કેસોનો રેશિયો વધી જવો-વ્યાપક પરીક્ષણ વ્યવસ્થાના અભાવમાં સંખ્યાનો પાક્કો અંદાજો ના લગાવી શકવો. આ બધી ચીજો કોરોનાના મામલાઓને ઝડપી રીતે વધારી શકે છે. ભારતના એક સોફ્ટવેર ઉદ્યોગસાહસિક મયંક છાબડાએ અનુમાન લગાવ્યો છે કે, જો એવું માની લેવામાં આવે કે, કન્ફોર્મ કેસોની તુલનામાં અજ્ઞાત મામલાઓની સંખ્યા આઠ ગણી વધારે હોય તો મે મહિનાના અંત સુધીમાં 50 લાખથી વધારે કેસ સામે આવી શકે છે અને 1.7 લાખ મોતો થઇ શકે છે.

કેટલાક લોકો હજું પણ સમજી શકી રહ્યાં નથી કે, આગળ કેટલું મોટું સંકટ ઉભુ થઇ શકે છે. આ આંકડાઓ ભારતના સંદર્ભમા ખાસ કરીને તે માટે મહત્વપૂર્ણ છે કે, અહીં મહત્તમ કારીગરોને રોજગારની સુરક્ષા મળી રહી નથી. સંકટનો જો લાંબો સમય આવી શકે છે તો તેને નજરમાં રાખીને વળતર પેકેજની જાહેરાત જરૂરી છે, જેવી રીતે કેરલની સરકારે કરી છે.

ત્યારે આપણી સ્વાસ્થ્ય સેવાઓ જમીનદોસ્ત થઇ શકે છે

2017માં ભારતમાં પ્રતિ 1000 આબાદી પર હોસ્પિટલના માત્ર 0.5 બેડ ઉપલબ્ધ હતા. ઉલ્લેખનિય છે કે, આગામી મહિનાઓમાં ભારતના સ્વાસ્થ્ય સેવાઓનો વર્તમાન માળખા પર ભારે બોજ પડી શકે છે. કોરોનાના પાક્કા મામલાઓની સંખ્યા જે દરથી વધી રહી છે તેને જોતા જૂન આવતા સુધીમાં ભારતમાં હોસ્પિટલમાં બેડ ખાલી મળશે નહીં. છાબડા અનુસાર બેડનની જે ઉપલબ્ધતા છે અને મામલાઓની સંખ્યા જે દરથી બેવડી થઇ રહી છે તેના જોતા લાગી રહ્યું છે કે, એપ્રિલમાં જ બધા બેડ ભરાઇ જશે. અહીં ગંભીર મામલાઓ માટે બેડ અને વેન્ટિલેટરોની મહત્તમ સંખ્યા ઉપલબ્ધ નથી. અનુમાન છે કે, દેશમાં આઈસીયૂના 70,000 બેડ છે. જો મેના અંત સુધી, પ્રતિ 10માંથી એક કેસ માટે આઈસીયૂ બેડની જરૂરત પડી તો બધા જ બેડ ભરાઇ જશે. અમીર દેશોને પણ ઝઝૂમવું પડી રહ્યું છે. ઈટાલીમાં ડોક્ટરોને અસંભવ નિર્ણય કરવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે કે, કોને વેન્ટિલેટર પર રાખે અને કોને નહીં, મેડિકલ સામગ્રીના ઉત્પાદન માટે સેનાને બોલાવવી પડી છે.

અમેરિકા પણ તેવી જ સ્થિતિ તરફ વધી રહ્યું છે. અનધિકૃત અનુમાન અનુસાર ભારતમાં કુલ લગભગ 4000 વેન્ટિલેટર છે. મોદી સરકારે તે આશ્વાસન તો આપ્યું છે કે, ‘પર્યાપ્ત વેન્ટિલેટર છે.’ પરંતુ તે જણાવ્યું નથી કે, ગંભીર મામલાઓની સારવારની વ્યવસ્થાને વધારવા માટે શું કરી રહી છે.

કેટલાક રાજ્યોને ભારે સંકટ સામે ઝઝૂમવું પડશે

સ્વાસ્થ્ય સેવાઓથી લઇને તમામ ક્ષમતાઓના મામલાઓમાં ભારતના રાજ્યોમાં ખુબ જ મોટું અંતર છે. ગરીબ રાજ્યો સ્વાસ્થ્ય સેવાઓના મામલાઓમાં ખુબ જ કમજોર છે. જૂન 2019માં નીતિ આયોગે સ્વાસ્થ્ય સેવાઓના મામલાઓમાં રાજ્યોની જે રેન્કિંગ બનાવી હતી તે અનુસાર કેટલાક રાજ્યોમાં સ્વાસ્થ્ય સેવાઓ મધ્યમ આવક અને ઉચ્ચ આવકવાળા દેશોના સ્વાસ્થ્ય સેવાઓના સમકક્ષ છે. (ઉદાહરણ તરીકે, નવજાત શિશુ મૃત્યુદર, એનએમઆરના મામલાઓમાં કેરલ બ્રાઝીલ અથવા આર્જેન્ટિનાના બરાબર છે.) જ્યારે કેટલાક રાજ્યોમાં સ્વાસ્થ્ય સેવાઓનો સ્તર દુનિયાના સૌથી ગરીબ દેશોની સ્વાસ્થ્ય સેવાઓના સમકક્ષ છે. (ઉદાહરણ તરીકે, એનએમઆરના મામલાઓમાં ઓરિસ્સા સિએરા લીઓનના બરાબર છે.)

બિહારમાં પ્રતિ એક લાખ લોક માટે હોસ્પિટલનો એક બેડ ઉપલબ્ધ છે, જ્યારે ગોવામાં 20 બેડ ઉપલબ્ધ છે. આની તુલનામાં ઈટાલીમાં આજે પ્રતિ 1280 લોકો પર એક વ્યક્તિ સંક્રમણનો શિકાર છે. છત્તીસગઢમાં જિલ્લા હોસ્પિટલોમાં વિશેષજ્ઞ ડોક્ટરોના 71 ટકા પદ ખાલી પડ્યા છે. નિશ્ચિત ઉપચાર યોજના છતાં ઉત્તર પ્રદેશમાં ટીબીના નવા પાક્કા કેસોની સારવારની સફળતા માત્ર 64 ટકા છે. બિહારમાં પ્રથમ રેફરેલ યૂનિટોમાંથી માત્ર 15 ટકા જ કામ કરી રહ્યાં છે.

અત્યાર સુધી કોઈ જ એવા સંકેત મળ્યા નથી કે, મોદી સરકારે આ રાજ્યોની તેમની સ્વાસ્થ્ય સેવાઓને કમજોર માળખાને જોતા કોઈ સહાયતા કરી શકશે અથવા ગંભીર થતી પરિસ્થિતિમાં પણ મદદ કરી શકે છે.

પહેલ કરવાનો સમય તો કાલે જ વીતિ ચૂક્યો છે. ઉપરોક્ત તમામ માહિતી ધ પ્રિન્ટના લેખ પરથી લેવામાં આવી છે. જે પ્રમાણેના આંકડાઓ આ લેખમાં રજૂ કરવામાં આવ્યા છે, તે જોતા લોકોએ સરકારની અપીલ પર ધ્યાન આપીને ઘરમાંથી બહાર નિકળવાનું ટાળવું જ જોઈએ. કોઈને પણ એવું ના માની લેવું જોઈએ કે, અહીં કોરોના કેવી રીતે આવી શકે. તો ચોક્કસ રીતે એક વાત ધ્યાનમાં લઇ લેવી જોઈએ કે, ચીનના વુહાનમાંથી 188 દેશોમાં જતો કોરોના વાયરસ ગમે ત્યારે ગમે તે સમયે સંક્રમણ થકી પહોંચી શકે છે.

તેથી પોતાના અને પોતાના પરિવારને બચાવવા માટે ઘરમાંથી બહાર ના નિકળવું આપણા બધા માટે હિતાવહ રહેશે. ગુજરાત એક્સક્લૂઝિવ તમને અપિલ કરી રહ્યું છે કે, “ઘરમાં રહો સ્વાસ્થ્ય રહો, કોરોનાને પહોંચી વળવા અને આવનારા આપણા એટલે ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે સરકારના દિશા-નિર્દેશોનું પાલન કરતા રહો.”

કોરોનાથી સર્જાયેલા આર્થિક સંકટનો સામનો કરવા RBI સજ્જ, સિસ્ટમમાં નાંખશે 1 લાખ કરોડ