Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના વાયરસનાં 13 કેસ પોઝિટિવ, કાલે જનતા કરફ્યૂ

ગુજરાતમાં કોરોના વાયરસનાં 13 કેસ પોઝિટિવ, કાલે જનતા કરફ્યૂ

0
4268

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો ઝડપથી વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના 13 કેસ પોઝિટિવ આવ્યા છે. 13માંથી 12 લોકો વિદેશથી આવ્યા હતા. અમદાવાદમાં કોરોના વાયરસના 6 દર્દી પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં 36 કલાકમાં જ 13 કેસ પોઝિટિવ આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ચીનથી ફેલાયેલા આ વાયરસને કારણે વિશ્વભરમાં 11,000થી વધુ લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કોરોનાના 13 કેસ પોઝિટિવ

ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કોરોના વાઇરસને લઇને ચોકાવનારા આંકડા આપ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના 13 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં અમદાવાદમાં 5 કેસ, સુરત અને વડોદરામાં 3-3 કેસ, ગાંધીનગર અને રાજકોટમાં 1-1 કેસ સામે આવ્યો છે.   નીતિન પટેલે કહ્યું કે, “ગુજરાતમાં કોરોના વાયરસના 13 કેસ પોઝિટિવ નોંધાયા છે, જેમાં 12 વ્યક્તિ વિદેશથી યાત્રા કરીને આવ્યા હતા. જ્યારે સુરતમાં એક વ્યક્તિ જે સામે આવી છે તે ક્યારેય બહાર નથી નીકળી છતાં તેમણે ઇન્ફેક્શન લાગ્યું છે. કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી 24 લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.”

ગુજરાતના ચાર મહાનગરોમાં ઇન્ફેક્શન હોસ્પિટલ ઉભી કરાશે

કોરોના વાયરસ સામે લડવા માટે ચાર આઇએએસ અધિકારીઓને જવાબદારી સોપવામાં આવી છે.અમદાવાદ ગાંધીનગર પંકજ કુમાર, વડોદરા વિનોદ રાવ અને સુરત એમએસ પટેલને જવાબદારી સોપી છે. આજે આ ચારેય જગ્યાએ સીનિયર મંત્રીઓને પણ સરકારે આ કામ માટે વ્યવસ્થા કરવા, ખાસ કરીને ઇન્ફેક્શન કંટ્રોલ હોસ્પિટલ આપણે ઉભી કરવા જઇ રહ્યા છીએ. પોઝિટિવ કેસ આવે તેના માટે ઇન્ફેક્શન હોસ્પિટલ કોરોનાની ઉભી કરી રહ્યા છીએ. જેથી કરીને તેમણે ટ્રિટમેન્ટ મળી જાય તેની માટે અમદાવાદ તમારી વચ્ચે હું છું, નીતિન પટેલ વડોદરા ગયા છે, ભૂપેન્દ્ર ચુડાસમા  રાજકોટ ગયા છે.નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર કોરોના વાયરસના દર્દીઓને સારવાર આપવામાં આવશે. કોરોના સામે લડવા માટે સરકાર સજ્જ છે. સિવિલમાં 1200 બેડની ખાસ હોસ્પિટલ બનાવવામાં આવશે.

ગુજરાતમાં વધી શકે છે કોરોનાના કેસ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં કોરોના સ્ટેજ બે અને ત્રણની વચ્ચે છે.લક્ષણો જણાય તો સરકારને તુરંત જાણ કરો શંકાસ્પદની તુરંત સારવાર કરાશે. ગુજરાતમાં ગાંધીનગરનો દર્દી અમદાવાદમાં સારવાર હેઠળ છે. સમગ્ર દુનિયામાં ભારતના તમામ રાજ્યોમાં કોરોનાનો જે અતિક્રમણ થઇ રહ્યું છે તે અતિક્રમણમાં આપણે ગફલતમાં ના રહીએ. ખરાબમાં ખરાબ સ્થિતિ થાય તેમાં આપણે પુરેપુરા પગલા લઇ વધુમાં વધુ લોકોને બહાર કાઢીએ, મદદ કરીએ તે દ્રષ્ટીથી સરકારે આખુ આયોજન કર્યુ છે. ગઇકાલે અમે નિર્ણય કર્યો છે અનેક નિર્ણયો જે થયા છે તેમાં એક નિર્ણય પહેલા તો આ કોરોના વાયરસ વધુ ફેલાય નહી એટલે જનજાગૃતિ સ્વયં સ્થિત લોકો કેળવે, શક્ય હોય ત્યા સુધી લોકો એક બીજાના સંપર્કમાં ના આવે અને ખાસ કરીને વડિલોએ ધ્યાન રાખવાની જરૂર છે.

સ્કૂલ-કોલેજ બંધ

નીતિન પટેલે કહ્યું કે, સ્કૂલ-કોલેજ-સ્વિમિંગ પૂલ-મોલ બધુ બંધ કરી દેવામાં આવ્યું છે. મોલમાં પણ જે જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો છે, તેના સિવાયની બાકીની દુકાનો ફરજિયાત બંધ રહેશે. કોઇ પણ વસ્તુની દુકાનો નવી સૂચના ના મળે ત્યા સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ નીતિન પટેલે બિન જરૂરી ઘરની બહાર ના નીકળે અને લોકોના સંપર્કમાં ના આવે તેની અમલવારી શરૂ કરી દીધી છે. નીતિન પટેલે સાથે જ સલાહ આપતા કહ્યું કે, “આ રોગ જીવલેણ નથી પણ ખુબ ઝડપથી પ્રસરી શકે છે. કોઇ પણ વ્યક્તિ તેનો ભોગ બની શકે છે. જે પણ સૂચના હોય તેનું ચુસ્ત પણે પાલન કરે અને પોતે વ્યક્તિ જો કોરોના વાયરસથી બચે તો પરિવારને બચાવી શકે. પરિવાર બચે તો શહેર બચે, બધા મળીને સહયોગ કરો તેવી બધાને વિનંતી છે.”

ગુજરાતમાં 90 ટકા લોકોના રિપોર્ટ નેગેટિવ

ગુજરાતમાં જે લોકો આવ્યા તેમને એરપોર્ટ પર શરદી, ઉધરસ, કફ માલુમ પડ્યુ હોય તેમનો ટેસ્ટ કરવા માટે લેબોરેટરીમાં સેમ્પલ મોકલી આપવામાં આવ્યો છે. અત્યાર સુધી જે રિપોર્ટ ગુજરાતમાં આવ્યા છે તેમાં 90 ટકા કરતા વધુ લોકોના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. વડોદરામાં જો વિગત આપુ તો કુલ 15 સેમ્પલ લીધા હતા જે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. 15માંથી 3 દર્દી પોઝિટિવ આવ્યા છે. રિપોર્ટ જે નેગેટિવ આવ્યો છે તે સારી નિશાની છે. આખા ગુજરાતમાં જે રિપોર્ટ લીધા તે મોટાભાગના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હજારો ગુજરાતીઓ પરદેશથી આવ્યા તે બધામાંથી 13 દર્દીઓ પોઝિટિવ માલુમ પડ્યા છે.

 

રાજ્યનાં 14 જિલ્લાઓમાં કલમ 144 લાગુ
કોરોનાની સાવચેતીને ધ્યાનમાં રાખતા હાલમાં સમગ્ર રાજ્યનાં જિલ્લા પ્રસાશનોએ જુદી-જુદી જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી દીધી છે. જેવાં કે, રાજ્યનાં મહાનગરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ઉપરાંત અન્ય કેટલાંક જિલ્લાઓમાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ તમામ જિલ્લાઓમાં ધાર્મિક કાર્યક્રમો, સામાજિક મેળવાડા તેમજ લગ્ન પ્રસંગો સહિત કંઇ પણ ભીડભાડ ભરેલાં કાર્યક્રમો નહીં થઇ શકે. આ ઉપરાંત સરકારે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપતા રવિવારનાં રોજ 22 માર્ચનાં જનતા કરફ્યુને લઇ અપીલ કરી છે અને લોકોને કામકાજ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

Click here to read this news in English

इस खबर को हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें

Coronavirus: સમગ્ર ગુજરાતમાં નોંધાયા કુલ 7 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 3, વડોદરામાં 2 કેસ આવ્યાં સામે