Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID Lockdown: કોરોનાની બીજી લહેરનો કહેર, શું તમારા રાજ્યમાં પણ લાગશે લૉકડાઉન?

COVID Lockdown: કોરોનાની બીજી લહેરનો કહેર, શું તમારા રાજ્યમાં પણ લાગશે લૉકડાઉન?

0
112

નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. રેકોર્ડ નંબરમાં કેસ આવવાની સાથે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. એવામાં દેશમાં ફરી લૉકડાઉન લાગી શકે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશની સાથે સાથે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ઓરિસ્સામાં નાઇટ કરર્ફ્યૂની સાથે કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

આ વચ્ચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, દિલ્હી, આસામ સહિત કેટલાક રાજ્યના મુખ્યમંત્રી લૉકડાઉનના પક્ષમાં નથી. કેટલાક રાજ્યમાં કોવિડ-19 જેવી સ્થિતિ બનેલી છે, તેને જોતા સરકાર ઝડપથી દિશાનિર્દેશ બદલી રહી છે. આવો જાણીયે લૉકડાઉનને લઇને અલગ અલગ રાજ્યના શું વિચાર છે.

મહારાષ્ટ્રમાં પૂર્ણ લૉકડાઉનની ચર્ચા

દેશમાં કોરોનાની સૌથી વધુ માર મહારાષ્ટ્ર ઝેલી રહ્યુ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે કહી ચુક્યા છે કે લોકો માનસિક રીતે લૉકડાઉન માટે તૈયાર રહે. લૉકડાઉનના સમયને લઇને હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્ય નથી. કહેવામાં આવી રહ્યુ છે કે કોરોનાની ચેન તોડવા માટે 15 દિવસનુ લૉકડાઉન લગાવવામાં આવશે. રાજ્ય સરકારે નવરાત્રિ અને રમઝાનને લઇને એસઓપી જાહેર કરી દીધી છે.

દિલ્હીમાં અત્યારે લૉકડાઉન નહી

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે કેટલીક વખત કહ્યુ છે કે તે ફરી લૉકડાઉનના પક્ષમાં નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નાઇટ કરર્ફ્યૂ સિવાય અન્ય પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ લૉકડાઉનની સંભાવનાનો ઇનકાર કર્યો હતો. કેજરીવાલે કહ્યુ કે જો હોસ્પિટલમાં સ્થિતિ બગડે છે તો અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નહી રહે. મુખ્યમંત્રીએ સ્થિતિને નિયંત્રણમાં રાખવા કોરોનાની ગાઇડલાઇન્સનુ કડકાઇથી પાલન કરવાની વાત કહી હતી.

યુપી સરકારનો પ્લાન

ઉત્તર પ્રદેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસ 81 હજારથી વધુ થઇ ચુક્યા છે. આ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે તેમની સરકાર ના તો લૉકડાઉન લગાવશે અને ના તો લોકોને આ રીતે મરવા દેશે. યોગીએ અધિકારીઓને ચેતવણી આપતા કોવિડ સંક્રમણ ઓછુ કરવા માટે કહ્યુ છે. જરૂર પડવા પર પ્રાઇવેટ હોસ્પિટલ અને હોટલોને ઓવરટેક કરવામાં આવશે અને ત્યા અસ્થાઇ હોસ્પિટલ બનાવવામાં આવશે.

કર્ણાટકમાં નાઇટ કરર્ફ્યૂ, લૉકડાઉન નહી લાગે

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ કે અત્યારે લૉકડાઉન પર કોઇ ચર્ચા નથી થઇ રહી. યેદિયુરપ્પાએ કહ્યુ કે સ્થિતિ પર એક અઠવાડિયા સુધી નજર રાખવામાં આવશે અને પછી આગળ નિર્ણય લેવામાં આવશે, યેદિયુરપ્પાએ કહ્યુ, અત્યારે અમે નાઇટ કરર્ફ્યૂ લગાવી રાખ્યુ છે. જો સ્થિતિ બગડે છે તો અમે વડાપ્રધાન સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશું.

આસામમાં ના તો લૉકડાઉન અને ના તો નાઇટ કરર્ફ્યૂ

આસામના સ્વાસ્થ્ય મંત્રી હિમંતા બિસ્વ સરમાએ કહ્યુ હતું કે આસામમાં લૉકડાઉન કે નાઇટ કરર્ફ્યૂની કોઇ સંભાવના નથી. સોમવારે રાજ્યમાં 550થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બિહૂને લઇને ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે અત્યારે લૉકડાઉનના કોણ અણસાર નથી.

છત્તીસગઢમાં રાયપુર કંટેનમેન્ટ ઝોન, 10 દિવસનું લૉકડાઉન

છત્તીસગઢના પાટનગર રાયપુર પહેલાથી જ કંટેનમેન્ટ ઝોન જાહેર છે. આખા જિલ્લામાં શુક્રવારે 10 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. છત્તીસગઢમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસને જોતા રાજ્ય સરકારે વિમાનથી આવતા મુસાફરો માટે આરટી-પીસીઆર તપાસની નેગેટિવ રિપોર્ટ લાવવુ જરૂરી કરી દીધુ છે.

અંદમાનમાં કોરોના કંટ્રોલમાં

કોવિડ-19ના વધતા કેસ છતા અંદમાન અને નિકોબાર ટાપુમાં લૉકડાઉન લગાવવાનો કોઇ પ્લાન નથી. અહી કોવિડ-19 પ્રોટોકોલનું કડકાઇથી પાલન કરવામાં આવી રહ્યુ છે, માટે કોરોના કંટ્રોલમાં છે.

મધ્ય પ્રદેશમાં 10 શહેરોમાં લૉકડાઉન

મધ્ય પ્રદેશમાં કોરોનાથી સ્થિતિ ખરાબ થતી જઇ રહી છે. ભોપાલમાં અત્યાર સુધીનો સૌથી મોટો કોરોના વિસ્ફોટ થયો છે, તે બાદ સરકારે આખા ભોપાલમાં કોરોના કરર્ફ્યૂ 19 એપ્રિલ સુધી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. 12 શહેરોમાં લૉકડાઉન પણ લાગ્યુ છે, જેમાં ઇન્દોર, જબલપુર, ઉજ્જેન અને વિદિશા સામેલ છે. બડવાણી, રાજગઢ, વિદિશા જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 19 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી લૉકડાઉન ચાલુ રહેશે. સરકારે જબલપુર શહેર, બાલાઘાટ, નરસિંહપુર અને સિવની જિલ્લામાં 12 એપ્રિલની રાતથી 22 એપ્રિલના સવારે 6 વાગ્યા સુધી લૉકડાઉનનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: ‘ગુજરાતમાં બીજી લહેર બની બેકાબૂ, કોરોનાની ચેઈન તોડવા 14 દિવસનું લોકડાઉન એકમાત્ર વિકલ્પ’

પંજાબ-હરિયાણામાં નાઇટ કરર્ફ્યૂ

પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગમાં નાઇટ કરર્ફ્યૂ લાગ્યુ છે. ચંદીગઢમાં પણ કોવિડના કેસ વધતા જઇ રહ્યા છે, જો આ સિલસિલો આમ જ ચાલતો રહ્યો તો કેન્દ્રશાસિત પ્રદેશમાં લૉકડાઉન લગાવવામાં આવી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat