Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > કોરોનાનો બીજો પ્રહાર- ભારતમાં નોકરી અને સેલરી પર લટકી તલવાર

કોરોનાનો બીજો પ્રહાર- ભારતમાં નોકરી અને સેલરી પર લટકી તલવાર

0
42

કોરોના મહામારીની બીજી લહેર સાથે વિભિન્ન શહેરો અને રાજ્યોમાં લાગેલા લોકડાઉને અર્થવ્યવસ્થાની સ્પીડ ધીમી કરી દીધી છે. એવામાં પ્રભાવિત થતાં વ્યાપાર અને ઓપરેશનલ કોસ્ટ ભારે અનુભવતી કંપનીઓએ પોતાના કર્મચારીઓના વેતન રોકવાનું શરૂ કરી દીધું છે.

મે મહિનાની પહેલી તારીખે સ્પાઈસજેટે જાહેરાત કરી હતી કે, તેઓ પોતાના કર્મચારીઓના એપ્રિલ મહિનાનું વેતન 50 ટકા રોકીને રાખશે.

પ્રથમ લહેર ધીમી પડતા ઓક્ટોબર જાન્યુઆરી વચ્ચે અર્થવ્યવસ્થા મજબૂત થવાના કારણે કંપનીઓએ વેતન વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. નવેમ્બર 2020માં આવેલા એઓન સેલરી ટ્રેન્ડ સર્વે (20થી વધારે ઉગ્યોગોના 1050 સંગઠનો વચ્ચે કરાયેલા સર્વે)માં 87% કંપનીઓએ તેવું માન્યું હતુ કે, જાન્યુઆરીમાં તેઓ પોતાના કર્મચારીઓનું વેતન વધારશે. પરંતુ બીજી લહેરની સાથે ધીમી પડતી અર્થવ્યવસ્થામાં કદાચ કંપનીઓ તેવું ના કરે.

સ્પાઈસજેટે રોક્યું કર્મચારીઓનું 50% સુધીનું વેતન

સ્પાઈસજેટે કોવિડ-19 મહામારીના કારણે તેના ઓપરેશન પર પ્રભાવ અને કેશની અછતના કારણે એપ્રિલ મહિનામાં કર્મચારીઓનો પચાસ ટકા વેતન રોકી દેવામાં આવ્યો છે.

નાના કર્મચારીઓ અને ડ્રાઈવરોને બધો જ વેતન આપી દેવામાં આવ્યો છે પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફ, કેબિન ક્રૂ, કોમર્શિયલ સ્ટાફ, પાયલટને એપ્રિલ મહિનાનો વેતનનો માત્ર 10થી 50 ટકા જ આપવામાં આવ્યો છે. એરલાઈનના ચેરમેન અજય સિંહે પોતાની આખી સેલરી જતી કરી છે. કર્મચારીઓને બચેલી રાશિ આર્થિક સ્થિતિ સુધરવા પર આપવામાં આવશે. સ્પાઈસજેટના પ્રવક્તાએ કહ્યું કે, કોવિડ-19ની બીજી લહેરે દેશને સંકટમાં નાંખી દીધો છે અને એરલાઈન્સ સૌથી વધારે પ્રભાવિત થઈ છે. દૂર્ભાગ્યથી આપણે સ્પાઈસજેટના લાબાગાળાના હિતને વિચાર કરીને કઠોર પગલાઓ ભરવા પડી રહ્યાં છે.

કોરોના સંબંધિત પ્રતિબંધોના કારણે જ્યાં મધ્ય ફેબ્રુઆરી 2021માં બધી એરલાઈન્સે મળીને ડોમેસ્ટિક પેસેજન્જર ટ્રાફિક 300,000 યાત્રી પ્રતિદિવસ હતો, જ્યારે હાલમાં તે 130,000 યાત્રી રહી ગયું છે. એવામાં એરલાઈન્સને પોતાના ઓપરેશનલ ખર્ચ અને કર્મચારીઓને વેતન આપવામાં મુશ્કેલીમાં સામનો કરવો પડી રહ્યો છે.

CMIEના આંકડાઓ

વધતી મહામારીના પ્રસારને રોકવા માટે રાજ્યોએ લોકડાઉન અને અન્ય પ્રતિબંધ લગાવવાના શરૂ કરી દીધા છે. એવામાં સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા રજૂ આંકડાઓ જણાવે છે કે, બેરોજગારી દર 11 એપ્રિલે ખત્મ થયેલા સપ્તાહ સુધી 8.6% થઈ ગયો જે બે સપ્તાહ પહેલા 6.7 ટકા હતો.

ફાસ્ટ ફ્રિક્વેન્સી લેબર સ્ટેટિક્સ (FFLS) તે દર્શાવે છે કે, એપ્રિલ 2021માં શ્રમ બેરોજગારની સ્થિતિ વધારે ખરાબ થવાની છે. આ સતત ત્રીજો મહિનો હશે જ્યારે બેરોજગારી દર અને FFLS વધારે ખરાબ થઈ જશે.

CMIE અનુસાર 2020માં સૌથી ખરાબ પ્રભાવ વેતનભોગી કર્મચારીઓ પર પડ્યો હતો. માર્ચ 2021માં 7.62 કરોડ વેતનભોગી કર્મચારી હતી જે 2019થી 98 લાખ ઓછા હતા. તેમાંથી 60 લાખ વેતનભોગી કર્મચારી જે બેરોજગાર થયા તે ગ્રામીણ ભારત સાથે સંબંધ ધરાવે છે અને તેઓ હવે મુખ્યત: કૃષિ કાર્યોમાં લાગી ગયા છે.

EPFOના આંકડા

કોરોનાની બીજી લહેરના કારણે ઠપ પડેલી અર્થવ્યવસ્થાના નજરહેઠળ નવા રોજગારના ઉત્પાદનની ગતિ ધીમી થઈ ગઈ છે. આ તથ્ય EPFO દ્વારા રજૂ કરેલા આંકડાઓથી સ્પષ્ટ થાય છે. પ્રોવિઝનલ એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગોનાઈઝેશન (EPFO)ના આકંડાઓ તે દર્શાવે છે કે, ફેબ્રુઆરી મહિનામાં સંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા નવા કર્મચારી પાછલા 3 મહિનામાં સૌથી ઓછા હતા. પ્રોવિઝનલ ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં માત્ર 7,56,067 નવા કર્મચારી જોડાયા જ્યારે જાન્યુઆરીમાં EPF સાથે જોડાયેલા કર્મચારીઓની સંખ્યા 8,61,074 હતી.

જોકે, EPFOના આંકડાઓ ભારતીય જોબ માર્કેટની બધી જ તસવીર પ્રસ્તુ કરતી નથી, કેમ કે આ મુખ્યત: સંગઠિત ક્ષેત્રના આંકડા છે. લોકડાઉન અને આવકમાં ઘટાડાના ડરથી અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર પર સૌથી વધારે પ્રભાવ પડ્યો છે. પ્રવાસી મજૂરો પરત પોતાના ઘરે ફરી રહ્યાં છે. અનેક મજૂરો તો પોતાના ઘરે પહોંચી પણ ગયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat