Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં કોરોનાની દસ્તક, તંત્રની ચિંતા વધી

ગુજરાતની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં કોરોનાની દસ્તક, તંત્રની ચિંતા વધી

0
5581

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 590 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંનો એક કેસ ગુજરાતની ‘ધારાવી’ ગણાતી રામાપીર ટેકરાની ઝૂપડપટ્ટીમાં નોંધાયો છે. ગુજરાતની સૌથી મોટી ઝૂપડપટ્ટી ગણવામાં આવે છે. જેથી અહિંયા કેસ દાખલ થતાં તંત્રમાં પણ ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. જેથી આજ રોજ વિજય નહેરાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે, આ ઝૂપડપટ્ટીના તમામ લોકોનું સઘન ચેંકિગ હાથ ધરવામાં આવશે.

ગુજરાત શહેરની સૌથી મોટી ઝૂપડપટ્ટી ગણાતી રામાપીર ટેકરામાં એક પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું છેકે, રામાપીર ટેકરા સ્લમ વિસ્તાર ગુજરાતનો સૌથી મોટો સ્લમ વિસ્તાર છે. આ વિસ્તારમાં એક કેસ નોંધાયો છે અને આખી ઝૂપડપટ્ટીનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના એક જ દિવસમાં 170 કેસ

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના એક જ દિવસમાં 170 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના નવા 78 કેસ સામે આવ્યા છે. જ્યારે આ મહામારીને કારણે અમદાવાદમાં 3 લોકોના મોત પણ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 1099 થઇ ગઇ છે.

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1099 પર પહોચી

ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમદાવાદમાં જોવા મળ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 622 પર પહોચી ગઇ છે. જ્યારે વડોદરામાં 142, સુરતમાં 140, રાજકોટમાં 28, ભાવનગર-આણંદમાં 26-26, ભરૂચમાં 21, ગાંધીનગરમાં 17, પાટણમાં 15, નર્મદામાં 11, બનાસકાંઠામાં 9, પંચમહાલમાં 8, કચ્છ-મહેસાણામાં 4-4, પોરબંદરમાં 3, ગીર સોમનાથમાં 2, ખેડામાં 3, બોટાદમાં 4, અરવલ્લી-મહીસાગરમાં 1-1, જામનગર-મોરબી-સાબરકાંઠામાં 1-1 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના એક જ દિવસમાં 170 કેસ આવ્યા સામે, 3 લોકોના મોત