Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાના સૌથી પ્રથમ વખત ભારતમાં મળેલો સ્ટ્રેન ‘ડેલ્ટા વેરિઅન્ટ’ ગણાશે, WHOએ કર્યુ નામકરણ

કોરોનાના સૌથી પ્રથમ વખત ભારતમાં મળેલો સ્ટ્રેન ‘ડેલ્ટા વેરિઅન્ટ’ ગણાશે, WHOએ કર્યુ નામકરણ

0
127

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસના તમામ વેરિઅન્ટ અથવા સ્ટ્રેનનું નામકરણ કરી દીધુ છે. કોરોના વાયરસના સ્ટ્રેન અથવા વેરિઅન્ટના કોઇ દેશ વિશેષ સાથે જોડવાને લઇને વિવાદ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નામકરણની આ કવાયત કરી છે. જેની હેઠળ ભારતમાં સૌથી પહેલા કોરોનાના વેરિઅન્ટ B.1.617ને ડેલ્ટા વેરિઅન્ટ ગણાશે. આ વેરિઅન્ટ અત્યાર સુધી 53 દેશમાં જોવા મળી ચુક્યો છે અને સાત અન્ય દેશમાં પણ તેની અનઓફિશિયલ ઓળખ થઇ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સોમવારે તેની જાહેરાત કરી હતી. ભારતે 12 મેએ આ વાતને લઇને આપત્તિ વ્યક્ત કરી હતી, જ્યારે કોરોનાના B.1.617 સ્ટ્રેન અથવા વેરિઅન્ટને કોઇ પણ દેશના નામથી ના ઓળખવો જોઇએ. આજના સમયમાં B.1.617 Variant 53 દેશમાં જોવા મળ્યો છે અને સાત અન્ય દેશમાં તેની અનઓફિશિયલ રીતે ઓળખ થઇ ચુકી છે, જેને કોરોનાના ઘણા સંક્રામક સ્વરૂપ માનવામાં આવી રહ્યુ છે, જેની સંક્રામક ક્ષમતાને લઇને વિશ્વભરમાં શોધ થઇ રહી છે.

WHOની કોવિડ-19 ટેકનિકલ લીડ ડૉ. મારિયા વાન કેરખોવેએ જોકે કહ્યુ છે કે આ નવા નામકરણથી કોરોના વાયરસના વર્તમાન સ્ટ્રેનોનું વૈજ્ઞાનિક નામ નહી બદલાય, કારણ કે આ વૈજ્ઞાનિક તથ્યો અને શોધ પર આધારિત નામ હોય છે પરંતુ કોઇ પણ સ્ટ્રેન અથવા વેરિઅન્ટને લઇને કોઇ પયણ દેશની છબી બગાડવાનો પ્રયાસ ના કરવો જોઇએ.

કોરોના વાયરસ (SARS-CoV-2 )નું વૈજ્ઞાનિક નામ અને શોધ પહેલાની જેમ ચાલુ રહેશે. WHOની એક ટીમે કોઇ દેશ વિશેષના આધાર પર કોઇ વેરિઅન્ટને લઇને વિવાદથી બચવા માટે ગ્રીક અલ્ફાબેટ એટલે કે અલ્ફાબીટ ગામા (Alpha, Beta, Gamma) અને અન્યના આધાર પર કોરોના વાયરસના વેરિઅન્ટનું નામ રાખવાનું સૂચન આપ્યુ હતું.

આ પણ વાંચો: કોરોના મહામારી વારંવાર આવશે, ભવિષ્યમાં ‘કોવિડ-26’ અને ‘કોવિડ-32’નો સામનો કરવા તૈયાર રહો!

WHOએ કહ્યુ કે ડેલ્ટા પહેલા ભારતમાં જોવા મળેલા કોરોના વેરિઅન્ટને કપ્પા (Kappa) કહેવામાં આવશે. આ (B.1.617 Variant) ગત વર્ષે ઓક્ટોબરમાં પ્રથમ વખત ભારતમાં જોવા મળ્યો હતો. તેને ઝડપથી ફેલાનાર સંક્રામક વાયરસ કહેવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ વિશ્વના 50થી વધુ દેશમાં ફેલાઇ ચુક્યો છે. આ પહેલા બ્રિટન, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકામાં મળેલા કોવિડ-19ના વેરિઅન્ટને ચિંતાનો વિષય બતાવવામાં આવી ચુક્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat