નવી દિલ્હી: કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. વેક્સીનેશન અને કોવિડ-19ના ઘટતા કેસથી દેશની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,903 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડો 252 દિવસમાં સૌથી ઓછો છે.
જોકે, ગત 24 કલાકમાં કોવિડ-19ને કારણે 311 લોકોના મોત પણ થયા છે. સારી વાત આ છે કે આ દરમિયાન 14,159 લોકો આ જીવલેણ વાયરસના સંક્રમણથી સ્વસ્થ પણ થયા છે. આ આંકડા એટલા માટે પણ રાહત આપનારા છે કારણ કે તહેવારની સીઝનને કારણે તંત્રને કોરોનાના કેસ વધવાની આશંકા હતી. બજારમાં વધતી ભીડને કારણે કોરોનાની ત્રીજી લહેરનો ડર પણ સતાવી રહ્યો હતો.
આટલા સક્રિય કેસ
દેશમાં અત્યારે પણ 1,51,209 એક્ટિવ કોવિડ-19ના કેસ છે. કોરોના વાયરસ સંક્રમણથી અત્યાર સુધી 3,36,97,740 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 311 લોકોના મોતની સાથે દેશમાં કુલ મોતનો આંકડો વધીને 4,59,191 થઇ ગયો છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 114 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. રાજ્ય પાસે હજુ પણ 14.68થી વધુ વેક્સીનના ડોઝ બચેલા છે.
India reports 11,903 new #COVID19 cases and 14,159 recoveries in last 24 hours; active caseload stands at 1,51,209 – lowest in 252 days
Total Recoveries 3,36,97,740 pic.twitter.com/qZjhGmhl9O
— ANI (@ANI) November 3, 2021
આ પણ વાંચો: ઇઝરાયલના વડાપ્રધાને PM મોદીને કહ્યુ- ‘તમે મારી પાર્ટીમાં જોડાઇ જાવ’
વેક્સીનેશન 107 કરોડને પાર
કોરોનાના ઘટતા કેસ વચ્ચે વેક્સીનેશનનો વધતો દર પણ એક રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર અનુસાર દેશમાં કોવિડ-19 વેક્સીનેશન કવરેજ 107.29 કરોડ સુધી પહોચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 41.16 લાખ કોવિડના ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં રિકવરી રેટ વધીને 98.22 ટકા પર પહોચી ગયો છે. સાપ્તાહિક પૉઝિટિવિટી રેટની વાત કરીએ તો આ 1.18 ટકા રહ્યો છે જે 40 દિવસથી બે ટકા ઓછો છે.