Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાનો દેશભરમાં હાહાકાર, 12 રાજ્યમાં એક્ટિવ કેસ 1 લાખની પાર

કોરોનાનો દેશભરમાં હાહાકાર, 12 રાજ્યમાં એક્ટિવ કેસ 1 લાખની પાર

0
27

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,82,315 નવા કેસ સામે આવ્યા છે અને 3,780 કોવિડ દર્દીના મોત થયા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ મોતનો આંકડો છે.

નવા કેસની સાથે જ દેશમાં કુલ કેસ 2,06,65,148 થઇ ગયા છે અને કુલ 1,69,51,731 લોકો રિકવર થયા છે, બીજી તરફ અત્યાર સુધી 2,26,188 કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દેશમાં કોરોનાના એક્ટિવ કેસની કુલ સંખ્યા 34,87,229 છે અને તેનાથી અત્યાર સુધી કુલ 1,69,51,731 રિકવર થયા છે.

દેશમાં 1 મેએ કોરોના સંક્રમણના રેકોર્ડ કેસ દર્જ કરવામાં આવ્યા હતા. પ્રથમ વખત થયુ હતું જ્યારે એક દિવસમાં 4 લાખથી વધુ વ્યક્તિઓના કોરોના પોઝિટિવ થવાની પૃષ્ટી થઇ હતી. 1 મેએ કોરોનાના 4,01,993 નવા કેસ સામે આવ્યા હતા.

કોરોના સંક્રમણ: રાજ્યવાર સ્થિતિ

દેશમાં સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર પછી કર્ણાટક, કેરળ, યુપી અને રાજસ્થાન છે.

5 મે 2021માં એક્ટિવ કેસ

રાજ્ય એક્ટિવ કેસ
મહારાષ્ટ્ર 6,44,068
કર્ણાટક 4,64,383
કેરળ 3,57,215
ઉત્તર પ્રદેશ 2,72,568
રાજસ્થાન 1,97,045

આ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 1 લાખની પાર

રાજ્ય એક્ટિવ કેસ
આંધ્ર પ્રદેશ 1,59,597
બિહાર 1,10,431
છત્તીસગઢ 1,24,459
ગુજરાત 1,48,297
હરિયાણા 1,08,830
કર્ણાટક  4,64,383
કેરળ  3,57,215
મહારાષ્ટ્ર 6,44,068
રાજસ્થાન  1,97,045
તમિલનાડુ 1,25,230
ઉત્તર પ્રદેશ 2,72,568
પશ્ચિમ બંગાળ 1,20, 946

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં બે દિવસ બાદ કોરોનાના 24 કલાકમાં નવા કેસ 13000થી વધી ગયા. આ સમયમાં 12000થી વધુ સોજા થયા અને 131 લોકોનાં મોત નીપજ્યાં હાલમાં 1.48 લાખથી વધુ એકેટિવ કેસ છે. તેમાંથી 778 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે રસીકરણ પણ ઝડપથી થઇ રહ્યું છે. પ્રથમ ડોઝ લેનારા 1.27 લાખથી વધુ થયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat