Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનામાં વિશ્વના 50 દેશોના સરવાળા કરતા ભારતનો એક દિવસનો આંકડો વધુ

કોરોનામાં વિશ્વના 50 દેશોના સરવાળા કરતા ભારતનો એક દિવસનો આંકડો વધુ

0
34
  • જો કે શુક્રવાર કરતા શનિવારે દર્દીઓનો આંકડો ઘટતા અને રિકવરી વધતા રાહત
  • 50 દેશોમાં મળી 24 કલાકમાં 3.91 લાખ જ્યારે એકલા ભારતમાં 3.92 લાખથી વધુ કેસ

નવી દિલ્હીઃ કોરોના મહામારી મામલે ભારત એકલા હાથે વિશ્વના 50 દેશો (Corona World VS India)ને પછાડી રહ્યું છે. દેશમાં કોરોનાએ કેવો કેર વર્તાવ્યો, તેનો અંદાજ એ પરથી આવી શકશે કે છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વના 50 સંક્રમિત દેશોના કુલ આંકડા કરતા ભારતમાં નવા કેસ નોંધાયા. સરકારી આંકડા પ્રમાણે 50 દેશોમાં કુલ 3.91 લોકો સંક્રમિત થયા. જ્યારે ભારતમાં 3,92,459 નવા દર્દી વધ્યા.

મૃત્યુના મામલે પણ ભારત સૌથી આગળ છે. વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં સૌથી વધુ મૃત્યુ થયા. જેનો સરકારી આંકડો 3684 છે. બ્રાઝિલમાં મૃત્યુઆંક 2278,. અમેરિકા ત્રીજા નંબરે હતું. શનિવારે ત્યાં ફકત 661 લોકોએ જીવ ગુમાવ્યા.

આ પણ વાંચોઃ કોરોનાના કેસ વધતા ઓડિશામાં 14 દિવસનું લોકડાઉન, 5મીં મેથી બધુ રહેશે બંધ

શુક્રવાર કરતા શનિવારે કેસમાં આશરે 10,000નો ઘટાડો

અલબત્ત શુક્રવાર કરતા શનિવારના નવા કેસોમાં આશરે 10 હજારનો ઘટાડો થયો. શુક્રવારે આંકડો ચાર લાખને પાર પહોંચી 4,02,014 આવ્યો હતો. શનિવારે ઘટીને 3,92,459 થયો. સાજા થયેલા દર્દીઓને મામલે પણ શનિવારે સારુ પરિણામ આવ્યું. જેમાં 3,08,522 લોકો રિકવર થયા. શુક્રવારે 2.99 લાખ સાજા થયા હતો. આમ કેસમાં ઘટાડો અને રિકવરી રેટમાં વધારો આશાના સંકેત આપે છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી સંક્રમિતોની રોજની સંખ્યા 60-62 હજારથી વધુ જ નોંધાઇ રહી છે. શનિવારે પણ 63,282 લોકો પોઝિટિવ મળ્યા. 61,326 લોકો સ્વસ્થ થયા અને 802 લોકો મૃત્યુ પામ્યા.

રાજ્યમાં અત્યાર સુધીમાં 46 લાખ 65 હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આમાંથી 39.30 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 69 હજાર 615 લોકોનાં મોત નીપજ્યાં છે. 6 લાખ 63 હજાર 758 દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ગત દિવસ કરતા ઘટાડો થયો Corona World VS India

ગુજરાતામાં13,847 લોકો પોઝિટિવ મળ્યા હતાં. શુક્રવારે આ સંખ્યા 14 હજારથી વધુ હતી. 10,582 લોકો સ્વસ્થ થયા અને 172 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 5 લાખ 81 હજાર 624 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 4 લાખ 29 હજાર 130 લોકો સાજા થયા છે, જ્યારે 7,355 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1,45,139 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

રાજધાની દિલ્હીમાં શનિવારે, 25,219 લોકો દેશની રાજધાની દિલ્હીમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 27,421 લોકો સ્વસ્થ થયા અને 412 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 11 લાખ 74 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાં 10 લાખ 61 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 16,559 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 96,747 ની સારવાર ચાલી રહી છે.

જર્મનીએ શનિવારે 120 વેન્ટિલેટર ભારત મોકલ્યા

જર્મનીએ શનિવારે 120 વેન્ટિલેટર ભારત મોકલ્યા હતા. આગામી સપ્તાહે જર્મનીથી 13 ટેકનિકલ ટીમ મોબાઇલ ઓક્સિજન પ્રોડકશન એન્ડ ફિલિંગ પ્લાન્ટ લઈને આવશે. ભારતમાં આ માટેનો તાલીમ કાર્યક્રમ શરૂ કરશે. અમેરિકાએ પોતાને ત્યાં 4 મે થી ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકન વહીવટીતંત્રે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ Covid-19 India: 24 કલાકમાં 3.92 લાખ નવા કેસ, 3.07 લાખ દર્દીઓએ કોરોનાને આપી માત

સિંગાપોરથી ચાર ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર એરલિફ્ટ

સિંગાપોરથી વાયુસેનાએચાર ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરોને એરલિફ્ટ કર્યા છે. આજે વધુ ચાર કન્ટેનર લાવવામાં આવશે. આ સાથે શુક્રવારે એરફોર્સે નાગાલેન્ડના દિમાપુરમાં એક ઓક્સિજન પ્લાન્ટ માટે જરૂરી સાધનો મોકલ્યા હતા. Corona World VS India

દેશમાં કોરોના ગ્રાફ

    • 24 કલાકમાં નવા કેસ                3,92,459
    • એક દિવસમાં કુલ મૃત્યુ:                  3,684
    • એક દિવસમાં રિકવરી કેસ         3.08,522
    • અત્યાર સુધીમાં કુલ કેસ:       1.95 કરોડથી વધુ
    • અત્યાર સુધી સાજા થયા:           1.59 કરોડ
    • અત્યાર સુધીનો મૃત્યુઆંક:           2.15 લાખ
    • હજુ સારવાર લઈ દર્દીઓ:          33.43 લાખ

આ પણ વાંચોઃ UP: ફ્રિમાં ઓક્સિજન આપીને જીવ બચાવનાર સમાજસેવક પર પ્રશાસને કર્યો કેસ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat