Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 455 વૉરિયર્સ કોરોનાથી સંક્રમિત

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 455 વૉરિયર્સ કોરોનાથી સંક્રમિત

0
139

અમદાવાદ: શહેરમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં (Ahmedabad Corona Cases) ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) કોરોના વૉરિયર્સ (Corona Warriors) પર સંક્રમણનો (Corona Virus) શિકાર બની રહ્યાં છે. કોરોના સામેની જંગમાં (Fight Against Corona) ફ્રન્ટ લાઈન રહેતા હોસ્પિટલના સ્ટાફને સંક્રમણનું સૌથી વધારે જોખમ રહે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) અત્યાર સુધી કુલ 455 વૉરિયર્સ જીવલેણ વાઈરસથી (Corona Virus) સંક્રમિત થયા છે. જ્યારે હાલ 72 કોરોના વૉરિયર્સ સારવાર લઈ રહ્યાં છે.

અમદાવાદમાં કોરોનાની (Ahmedabad Corona Cases) બીજી લહેર ઘાતક બની રહી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) કોવિડના 1200 બેડમાં 700થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થતો જોઈને તકેદારીના ભાગરુપે સિવિલની કિડની હોસ્પિટલમાં પણ કોવિડ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. સિવિલની કિડની હોસ્પિટલમાં 250 દર્દીઓ, યુએન મેહતામાં 250 દર્દીઓ અને કેન્સર વિભાગમાં 259 દર્દીઓ દાખલ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: 5.43 લાખ ફર્મ્સ પર લટકતી તલવાર! GST રજિસ્ટ્રેશન રદ્દ કરી શકે છે સરકાર

કોરોનાના ક્રિટિકલ કેસોમાં (Ahmedabad Corona Cases) વધારો થવાની સાથે જ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) ઓક્સિજનનો વપરાસ દોઢ ગણો વધી ગયો છે. આટલું જ નહીં, હોસ્પિટલમાં વેન્ટિલેટરની સંખ્યા પણ વધારવાની ફરજ પડી છે. જ્યારે કોરોના દર્દીઓની સારવાર માટે આપવામાં આવતા ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઈન્જેક્શનનો ઉપયોગ પણ 60 ટકા વધ્યો છે. હાલ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 200 દર્દીઓની હાલત ઘણી ગંભીર છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9