Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વાયરસ સામે લડવા વર્લ્ડ બેન્કની 12 અબજ ડોલરના પેકેજની જાહેરાત

કોરોના વાયરસ સામે લડવા વર્લ્ડ બેન્કની 12 અબજ ડોલરના પેકેજની જાહેરાત

0
212

ઘણા દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કારણે ઘણા લોકો મોતને ભેટી ચુક્યા છે. આ વાયરસની અસરોથી બચવા માટે આખી દુનિયા લડી રહી છે. ત્યારે વિશ્વ બેન્ક પણ તેના પ્રભાવથી લોકોને બચાવવા માટે આગળ આવી છે. વિશ્વ બેંકે જરૂરિયાતમંદ દેશો માટે 12 અબજ ડોલરના આર્થિક પેકેજની જાહેરાત કરી છે, જેથી તેઓ આ જીવલેણ રોગ સામે લડી શકે.
આ જીવલેણ વાયરસના કારણે હાલમાં વિશ્વના લગભગ 70 દેશો ચપેટમાં આવી ગયા છે. ત્યારે હવે વર્લ્ડ બેંક કોરોના વાયરસ સામે લડવા માટે એક કદમ આગળ આવી છે.

વર્લ્ડ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસે જણાવ્યું છે કે, “આ પહેલ ગરીબ દેશોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેથી તેઓ ઝડપથી આ રોગનો સામનો કરી શકે.” અમારો ઉદ્દેશ જરૂરિયાતમંદ દેશો માટે તાત્કાલિક અને અસરકારક પગલા ભરવાનો છે. વધુમાં તેમણે કહ્યું કે, વિશ્વ બેંક સમજી ગઈ છે કે, COVID-19 આ વાયરસને કાબુમાં લેવો એ એક આંતરિક બોઝ જેવું છે.

નોંધપાત્ર છે કે, ડિસેમ્બર 2019માં ચીનમાં કોરોના વાયરસનો કહેર શરુ થયો હતો અને હવે આખી દુનિયામાં 90 હજારથી વધારે લોકો આ વાયરસની ચપેટમાં આવી ગયા છે અને 3 હજારથી પણ વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

શું થશે ફંડનું?

ડેવિડ માલપાસે જણાવ્યું છે કે, આપણે સમજવું પડશે કે વિકાશિલ દેશો કરતા ગરીબ દેશોમાં આ વાયરસનો ખતરો સૌથી વધારે જોવા મળી રહ્યો છે. આ દેશો પાસે વાયરસ સામે લડવા માટે જરુરી સંસોધનો નથી. તેઓએ જણાવ્યું છે કે, આ ફંડમાંથી અમુક હિસ્સો ગરીબ દેશોને આપવામાં આવશે. જેથી તેઓ આ પંડનો ઉપયોગ મેડિકલ સાધનો ખરીદવા અને સ્વાસ્થય સુવિધાઓને સારી બનાવવા માટે કરી શકશે. બેંકે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે આ પહેલ અંતર્ગત નીતિગત સૂચનો જરૂરિયાતમંદ દેશોને પણ આપવામાં આવશે.

વર્લ્ડ બેંકના પ્રમુખે કહ્યું કે, 12 અબજ ડોલરના પેકેજમાંથી 8 અબજ ડોલર એવા દેશોમાં મોકલવામાં આવશે કે જેમણે મદદની અપીલ કરી છે. વિશ્વના ઘણા દેશોએ મદદ માટે વર્લ્ડ બેંકનો સંપર્ક કર્યો છે, પરંતુ હજી સુધી આ માહિતી મળી નથી, તે વચ્ચે પ્રથમ મદદ કોને મળશે.

વિશ્વની અર્થવ્યવસ્થા સુસ્ત રહેશે

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ કહ્યું છે કે, કોરોના વાયરસના રોગચાળાને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા ધીમી થઈ ગઈ છે. IMFએ કહ્યું કે આનાથી વૈશ્વિક જીડીપી (JDP)ના વિકાસ દરમાં 1 ટકાનો ઘટાડો થઈ શકે છે. આઇએમએફ(IMF) ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલીના જ્યોર્જિવાએ તાજેતરમાં કહ્યું હતું કે, આ વર્ષે કોરોના વાયરસનો રોગચાળો વૈશ્વિક આર્થિક વિકાસને નુકસાન પહોંચાડી શકે છે.

ભારતમાં પણ કોરોનાની દસ્તક થઈ ગઈ છે જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં નવા કેસો ઉદભવ્યા બાદ કેન્દ્ર અને દિલ્હી સરકારની કાર્યવાહી તીવ્ર બની છે. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં 6 દર્દીઓ દાખલ કરાયા છે. તે જ સમયે, ઇટાલીના 21 લોકોને દિલ્હીના આઇટીબીપી આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. તેમાંથી 15 પરીક્ષણ હકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે.

કોરોનાથી કાળા બજારીયા માલામાલ! માર્કેટમાંથી માસ્ક ગાયબ, સેનેટાઈઝર 10 ટકા મોંઘા