Gujarat Exclusive > ગુજરાત > દિવાળીના તહેવાર ટાણે જ રાજ્યમાં ફરી કોરોનાનો કેર, 1120 પોઝિટિવ કેસ

દિવાળીના તહેવાર ટાણે જ રાજ્યમાં ફરી કોરોનાનો કેર, 1120 પોઝિટિવ કેસ

0
119

દિવાળી નજીક છે ત્યારે ફરી ગુજરાતમાં કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1120 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના 199 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે સુરતમાં 183 પોઝિટિવ કેસ નોંધાયા છે. Corona Virus Update

એક દિવસમાં રાજ્યમાં કોરોનાના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા જોઇએ તો અમદાવાદમાં સૌથી વધુ 199 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 183, વડોદરામાં 125, રાજકોટમાં 126, ગાંધીનગરમાં 66, બનાસકાંઠામાં 43, મહેસાણામાં 72, પાટણમાં 38, અમરેલી 21, જામનગર 26, અરવલ્લી 24, સાબરકાંઠા 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. Corona Virus Update

અમદાવાદમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 44,690 થઇ ગઇ છે જ્યારે સુરતમાં 39,287, વડોદરામાં 17,253, રાજકોટમાં 13,930, જામનગરમાં 8,619, ગાંધીનગરમાં 5431, ભાવનગરમાં 4913, મહેસાણા 4479, જૂનાગઢમાં 3913, ભરૂચમાં 3018, અમરેલીમાં 2983 સંક્રમિતોની સંખ્યા થઇ ગઇ છે.

આ પણ વાંચો: સાવચેતી રાખજો, તો જ દિવાળી સુધરશે!

રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતની સંખ્યા 1 લાખ 84 હજાર 964 પોઝિટિવ કેસ થઇ ગયા છે જ્યારે કુલ રિકવર 1 લાખ 68 હજાર 958 થઇ ગયા છે. આ મહામારીને કારણે 3 હજાર 785 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. Corona Virus Update