Gujarat Exclusive > દેશ-વિદેશ > રક્ષા મંત્રાલય સુધી પહોંચ્યો કોરોના, એક સીનિયર અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ

રક્ષા મંત્રાલય સુધી પહોંચ્યો કોરોના, એક સીનિયર અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ

0
148

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે હવે આ જીવલેણ વાઈરસનું સંક્રમણે રક્ષા મંત્રાલય સુધી પહોંચ્યું છે. બુધવારે રક્ષા મંત્રાલયના એક સીનિયર અધિકારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ સંપૂર્ણ કાર્યાલયમાં હડકંપ મચી જવા પામ્યો છે અને તે અધિકારીના સંપર્કમાં આવેલા તમામ લોકોને સેલ્ફ આઈસોલેશનમાં જવું પડ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ, અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તકેદારીના ભાગરૂપે રક્ષા મંત્રી રાજનાથ સિંહ બુધવારે ઓફિસે આવ્યા નહતા. તેમના સિવાય અન્ય અધિકારીઓ પણ બુધવારે ઓફિસમાં જોવા મળ્યા નહતા.


હાલ આ અધિકારીના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે અને તે તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ કેસ સામે આવ્યા બાદ સાઉથ બ્લોકને બંધ કરી દેવામાં આવ્યો છે અને તેને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ અધિકારીના સંપર્કમાં આવેલા અંદાજે 30 લોકોને ક્વોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને રોજ નવા રેકોર્ડ તૂટી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કુલ 1298 નવા કેસો સામે આવ્યા છે. આ સાથે જ દિલ્હીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 22 હજારને પાર પહોંચી ગઈ છે. અગાઉ સોમવારે પણ દિલ્હીમાં 990 નવા કેસો સામે આવ્યા હતા અને એક જ દિવસમાં 50 લોકોના મોત થયા હતા.

24 કલાકમાં નવા 9304 કોરોના પોઝિટિવ કેસ, દેશમાં અત્યાર સુધી 6 હજારથી વધુના મોત