Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનમાં કોરાનાનો આતંક યથાવત: 722 લોકોએ ગુમાવ્યો જીવ- 34,546ને લાગ્યો ચેપ

ચીનમાં કોરાનાનો આતંક યથાવત: 722 લોકોએ ગુમાવ્યો જીવ- 34,546ને લાગ્યો ચેપ

0
214

બેઈજિંગ: ચીનમાં મહામારીનો રૂપ લઈ ચૂકેલ કોરોના વાયરસથી મરનારાઓની કુલ સંખ્યા વધીને 722 થઈ ગઈ અને કુલ 34,546 લોકોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે, ચીનમાં આ વાયરસના કારણે શુક્રવારે 86 લોકોના મોત થઈ ગયા. જેમાંથી 81 લોકોના મોત હુબેઈ પ્રાંત અને તેની પ્રાંતીય રાજધાની વુહાનમાં થઈ. તે ઉપરાંત હીલોંગજિયાંગમાં બે, બેઈજિંગ, હેનાન અને ગાન્સુમાં એક-એક વ્યક્તિના મોત થયા.

અમેરિકાએ 10 કરોડ ડોલરની મદદની તૈયારી બતાવી

અમેરિકાએ કોરોના વાયરસથી પ્રભાવિત ચીન તથા અન્ય દેશોને આ મહામારીથી લડવા માટે 10 કરોડ ડોલરની મદદની તૈયારી દર્શાવી છે. વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું, ‘આ મહામારી સામે લડાઈ માટે આ પ્રતિબદ્ધતા અમેરિકાના મજબૂત નેતૃત્વને પ્રમાણિત કરે છે.’

આયોગે જણાવ્યું કે, શુક્રવારે 26 લોકો કોરોનાની ચપેટમાં આવવાની પુષ્ટી થઈ છે. મકાઉમાં 10 અને તાઈવાનમાં 16 કેસ નોંધાયા છે.

નવા કેસ

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે, શુક્રવારે કુલ 4,214 સંદિગ્ધ મામલાઓ સામે આવ્યા અને 1,280 દર્દી ગંભીર રૂપથી બિમાર થઈ ગયા તથા 510 દર્દીઓના તબિયતમાં સુધારા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ચીનમાં કુલ 6,101 દર્દીઓની હાલત ગંભીર બનેલી છે. ચીનમાં અત્યાર સુધીમાં ટોટલ 2,050 લોકોને સ્વાસ્થ્યમાં સુધારા બાદ હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે.

ચીન ઉપરાંત ભારત સહિત 27થી વધારે દેશોમાં કોરોના વાયરસના મામલા સામે આવી ચૂક્યા છે.