ચીનમાં પ્રતિદિવસ મરનારાઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 1665 થઈ ગઈ છે. જ્યારે 70,000 મામલાઓની પુષ્ટી થઈ છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે દેશમાં 2,009 નવા મામલાઓની પુષ્ટી થઈ છે. હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનમાં 1,843 નવા મામલાઓ, જ્યાંથી ડિસેમ્બરમાં આ વાયરસ ફેલાવવાનો શરૂ થયો હતો.
નવા મામલાઓ સાથે જ હુબેઈમાં આના કુલ 56,249 મામલાઓની પુષ્ટિ થઈ ગઈ છે. ચીનની સરકારી સમાચાર એજન્સી ‘શિન્હુઆ’ના સમાચાર અનુસાર શનિવારે 142 લોકોના મોત થઈ ગયા તેમાથી 139 હુબેઈમાં જ્યારે સિચુઆનમાં બે અને હુનાનમાં એક વ્યક્તિનું મોત થયું છે.
ચીનમાં એક અધિકારીએ જણાવ્યું કે, નવા મામલાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સમાચાર અનુસાર અત્યાર સુધી કુલ 9,419 ચેપી દર્દીઓની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કોરોના વાયરસનો સારવાર કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ ઉપર પણ ખુબ જ ગંભીર અસર પડી રહ્યો છે. અત્યાર સુધી 1,700થી વધારે ચીની સ્વાસ્થ્ય અધિકારી આની ચપેટમાં આવી ચૂક્યા છે. વિશ્વ સંગઠનના વિશેષજ્ઞોએ રવિવારે બેઈઝિંગ પહોંચેલ વાયરસથી નિપટવામાં ચીની અધિકારીઓની મદદ કરવાની સંભાવના છે.
જામિયા કોર્ડિનેશન કમેટીએ જાહેર કર્યો વીડિયો, લાયબ્રેરીમાં ડંડા વરસાવી રહી છે પોલીસ