Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના વાયરસે 14 વર્ષની બાળાનો લીધો જીવ

ગુજરાતમાં કોરોના વાયરસે 14 વર્ષની બાળાનો લીધો જીવ

0
546

દેશમાં કોરોના વાયરસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની આ મહામારીને જોતા દેશના પીએમ મોદીએ લોકડાઉનને વધુ આગળ વધારી દીઘો છે. જે કે, કોરોના વાયરસથી વડોદરામાં એક 14 વર્ષની બાળકીનું મોત થતા લોકોમાં હાલ ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 56 નવા કેસમાંથી 42 અમદાવાદમાં, છ સુરતમાં અને ત્રણ કેસ વડોદરા-પંચમહાલમાં છે. દરમિયાન, કોરોના વાયરસ અને લોકડાઉન અંગે ફેલાતી અફવાઓ સામે કાબૂ મેળવવા ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર નવી પહેલ કરી છે.

સોશિયલ મીડિયા પર પોલીસની નવી પહેલ

ગુજરાત પોલીસ કોરોના વાયરસ અને લોકડાઉન અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને નફરતનાં સંદેશાઓ પર નજર રાખવા માટે અમદાવાદ અને સુરતમાં સાયબર સ્વયંસેવકોની નિમણૂક કરી રહી છે. સીઆઇડી ક્રાઇમના વિશેષ પોલીસ મહાનિર્દેશક, શમશેરસિંહે જણાવ્યું હતું કે બે અઠવાડિયાથી ઓછા સમયમાં 800 આઈટી, કમ્પ્યુટર અને ફોરેન્સિક વિશેષજ્ઞ નિષ્ણાતો સહિત 5000 થી વધુ લોકોએ અરજી કરી છે. હાલની સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને નફરતનાં સંદેશાઓને પગલે આ સ્વયંસેવકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સ્વયંસેવકો આવા કિસ્સાઓની તપાસ કરશે અને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં મદદરૂપ બની શકે છે.

સીએમ રુપાણીનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ

ગતરોજ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સીએમ રુપાણીને મળવા માટે પહોંચ્યા હતા અને ઘણા લાબાં સમય સુધી સીએમ સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી. જો કે, ઈમરાન ખેડાવાલામાં કોરોના પોઝીટીવ આવતા ભારે ચર્ચાનો વિષય જોવા મળ્યો હતો. જેથી આજ રોજ સીએમએ પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યા હતા. તેમના તમામ ટેસ્ટ નેગિટીવ જોવા મળ્યા હતા. ઇમરાન ખેડવાલાએ મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે પણ બેઠક યોજી હતી.

લોકડાઉન: ઓફિસો બંધ છતાં ટોરેન્ટ પાવરે તગડી રકમનું લાઈટ બિલ મોકલતા વેપારીઓમાં રોષ