Gujarat Exclusive > દેશ-વિદેશ > Corona Virusથી કેરળમાં હાહાકાર: રાજકીય ઇમરજન્સી જાહેર, તમામ જિલ્લામાં એલર્ટ

Corona Virusથી કેરળમાં હાહાકાર: રાજકીય ઇમરજન્સી જાહેર, તમામ જિલ્લામાં એલર્ટ

0
936

કેરળ સરકારે કોરોના વાયરસને પોતાના રાજ્યમાં રાજકીય ઇમરજન્સી જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ કહ્યુ કે મુખ્યમંત્રી પિનારઇ વિજયનના નિર્દેશ પર તેની જાહેરાત કરવામાં આવી છે. અલપુઝા એનઆઇવીમાં આ બીમારીની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

તમામ જિલ્લાને આ મામલે ઝડપથી પગલા ભરવા આદેશ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે સરકાર તે લોકોની લિસ્ટ બનાવી રહી છે જે વુહાનથી પરત ફર્યા છે, તેમની માટે ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટ સાથએ સંપર્ક કરવાની તૈયારી છે. દરેક શંકાસ્પદ દર્દી પર નજર રાખવામાં આવી રહી છે.

સોમવારે કેરળના એક વ્યક્તિને કોરોના વાયરસ હોવાના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ વ્યક્તિએ ચીનનો પ્રવાસ કર્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે નોવેલ કોરોના વાયરસ વ્યક્તિમાં પોઝિટિવ આવ્યો છે. દર્દીને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો છે, દર્દીની હાલત સ્થિર છે. સ્વાસ્થ્ય ટીમ દર્દી પર નજર રાખી રહી છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસને લઇને નવી એડવાઇઝરી જાહેર કરી હતી. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યુ હતું કે ચીનનો પ્રવાસ ના કરો, જો ચીનથી પરત ફર્યા છો તો પછી તમને અલગ રાખવામાં આવશે.

શંકાસ્પદોને અલગ રાખવામાં આવી રહ્યા છે

સ્વાસ્થ્ય મંત્રાલયના વિશેષ સચિવ સંજીવ કુમારે બેઠકની જાણકારી આપતા કહ્યુ કે અત્યાર સુધી 44 ઉડાનોના 58,658 મુસાફરોની સ્ક્રીનિંગ કરવામાં આવી છે. રોગના લક્ષણ ધરાવતા કુલ 142 મુસાફરોને હોસ્પિટલમાં આઇસોલેશન (અલગ) વોર્ડમાં રાખવામાં આવ્યા છે. 130 નમૂનાની તપાસ કરવામાં આવી છે જેમાંથી 128 નમુનામાં રોગના લક્ષણ નથી મળ્યા.

ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 361ના મોત

ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા વધીને 361 થઇ ગઇ છે જ્યારે 17,205 લોકો આ ઘાતક બીમારીથી પીડિત છે. ચીની સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી છે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કહ્યુ કે તેણે 31 પ્રાંતીય સ્તરના વિસ્તાર અને શિંજિયાંગ પ્રોડક્શન એન્ડ કંસ્ટ્રક્શન કોર્પ્સથી રવિવારે 2,829 નવા કેસની પૃષ્ટી થવા અને 57 લોકોના મોતની સૂચના મળી છે.

કોરોના વાયરસની શું છે સારવાર? કોને થાય છે સૌથી વધુ અસર