Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વાયરસ: ઈરાનમાં ફસાયેલા 58 ભારતીયોનું રેસ્ક્યૂ, પરિવારમાં ખુશી

કોરોના વાયરસ: ઈરાનમાં ફસાયેલા 58 ભારતીયોનું રેસ્ક્યૂ, પરિવારમાં ખુશી

0
356

નવી દિલ્હી: ઈરાનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જેમાં અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે. આ ખૌફ વચ્ચે અનેક ભારતીયો પણ ત્યાં ફસાયા છે, જેમને ભારતની સરકારે રેસ્ક્યૂ કરી લીધી છે. અહીં ફસાયેલા ભારતીયો છેલ્લા કેટલાક સમયથી પોતાને બચાવવા માટે સરકારની મદદ માંગી રહ્યા હતા. જે બાદ તહેરાનમાં ફસાયેલા ભારતીયોને સ્પેશિયલ વિમાનથી ભારત લાવવામાં આવ્યા છે. ઈરાનથી 52 ભારતીયોના પ્રથમ કાફલા સાથે ભારતીય વાયુસેનાનું વિમાન C-17 ગ્લોબમાસ્ટર હિંડન એરબેઝ (ગાઝિયાબાદ)માં આજે સવારે લેન્ડ થયું.

ગાઝિયાબાદ સ્થિત હિંડન એરફોર્સ સ્ટેશન પર C-17 ગ્લોબમાસ્ટર વિમાનમાં મુસાફરો માટે સામાન લોડ કરવામાં આવ્યો. જે બાદ અંદાજે 8 વાગ્યે વિમાનને રવાના કરવામાં આવ્યું. આ વિમાન રાત્રે 2 વાગ્યે તેહરાન પહોંચ્યું. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, 58 ભારતીયો સાથેથી પ્રથમ બેંત ઈરાનથી ભારત આવી ગઈ છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસ અને ભારતીય મેડિકલ ટીમના પ્રયત્નો માટે આભાર. અમે ઈરાનમાં ફસાયેલા બાકી ભારતીયોની વાપસી માટે પણ કામ કરી રહ્યા છીએ.

અગાઉ સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, અમે તમામના સેમ્પલ માંગ્યા છે. જ્યારે સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવશે, ત્યારે અમે તેમને પરત લાવીશું. આ માટે સાયટિસ્ટ અને લેબ્સ સહિતની ટીમને ઈરાન મોકલવામાં આવી છે.

જણાવી દઈએ કે, ઈરાનના કોમ શહેરમાં 40 ભારતીયો ફસાયા હતા. આ લોકોએ ભારત વાપસી માટે સરકારને અપીલ કરી હતી. કોમમાં કોરોના વાયરસના અનેક કેસો સામે આવ્યા છે. અત્યાર સુધી ઈરાનમાં કોરોનાના કારણે 200થી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે. અગાઉ ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને પણ એરલિફ્ટ કરીને ભારત લાવવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના પૂણે પહોંચ્યો કોરોના વાયરસ, ભારતમાં અત્યાર સુધી 47 કેસો