Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના વાયરસનો કહેર, ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને ભારત લાવવાની તૈયારીઓ તેજ

કોરોના વાયરસનો કહેર, ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને ભારત લાવવાની તૈયારીઓ તેજ

0
514

ગાંધીનગર: ચીનમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચ્યો છે. ચીનમાં આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધીમાં 80થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે સેંકડો લોકો આ વાયરસના ચેપની અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસથી ગુજરાતના વિદ્યાર્થીઓને બચાવવા માટે રાજ્ય સરકારે ત્વરીત પગલા લીધા છે. આ માટે મુખ્યમંત્રી વિજય રુપાણીએ ચીનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે તૈયારી કરી છે.

આ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ટેલિફોનિક વાત કરીને તમામ ગુજરાતીઓને વતન સહીસલામત પરત લાવવા ઈચ્છા વ્યક્ત કરી હતી. CM રુપાણીએ ચીનમાં કોરોના વાઇરસને કારણે સર્જાયેલી સ્થિતિમાં ફસાયેલા 100 ગુજરાતી સહિત ભારતના 300 યુવા વિદ્યાર્થીઓના આરોગ્યની સલામતી અને સુરક્ષા તેમજ તેમને વતન પરત લાવવાની જરૂરી વ્યવસ્થાઓ તત્કાલિક રીતે હાથ ધરવા માટે વિદેશમંત્રી એસ જયશંકર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

અગાઉ મૂળ ગુજરાતના પરંતુ ચીનમાં મેડિકલનો અભ્યાસ કરતાં યુવાનો વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બાળકોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ વ્યક્ત કરી હતી. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશને પગલે નીકાળવામાં આવેલા ડેટામાં 100 જેટલા ગુજરાતીઓ ચીનમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. જે બાદ મુખ્યમંત્રી રૂપાણીએ વાલીઓને આશ્વાસાન આપીને વિદેશપ્રધાન એસ જયશંકર સાથે વાતચીત કરીને સમગ્ર મામલે વધુ ધ્યાન દોરવા માટેનો આગ્રહ કર્યો હતો.

જણાવી દઈએ કે, ગુજરાત સહિતના કુલ 300 જેટલા વિદ્યાર્થીઓ ચીનમાં અભ્યાસ અર્થે વસવાટ કરી રહ્યા છે. જેમાં 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિદેશ મંત્રાલયને મદદ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

ચીનના કોરોના વાયરસને પગલે ગુજરાત એલર્ટ, હોસ્પિટલોને જાહેર કરી એડવાઈઝરી